Devbhoomi Dwarka News: ભાણવડ પંથકમાં પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા બે વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મુકેશ રામલભાઈ ખીંટ નામના વ્યક્તિ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના વીડિયો જોઈ રહ્યા હતા. તે દરમિયાન પાકિસ્તાન તરફી માનસિકતા ધરાવતા બે આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીઓએ મુકેશ ખીંટને પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ પ્રકારનું ઉચ્ચારણ નહીં કરવા અને પાકિસ્તાન વિરુદ્ધના વીડિયો નહીં જોવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, જો તેઓ આમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ભાણવડ પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને બન્ને પાકિસ્તાન પ્રેમી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વધુ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેઓ પાકિસ્તાનના અનેક લોકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા. આ અંગેના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. ભાણવડ પોલીસે આ કેસમાં બે આરોપીઓ નુરમાંહમદ ઉમરભાઇ હિંગોરા, રહેવાસી ભાણવડ અને હુસેન સુમાર હિંગોરા, રહેવાસી ભેનકવાડ, તાલુકો ભાણવડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ બંને આરોપીઓના પાકિસ્તાન સાથેના સંપર્કોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું છેકે, ગઈ તારીખ 14 મે 2025ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી મુકેશભાઈ રણમલભાઈ ખીંટ ભાણવડ તાલુકાના ભેનકવાડ ગામના રહેવાસી છે. તેઓ થોડા દિવસ પહેલા એક દુકાન ખાતે પોતે પોતાના મોબાઈલમાં એક રીલ્સ જોતા હતા. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ ભર્યા વાતાવરણ બાબતે રીલ્સ ચાલતી હતી. એ સમયે એક શખ્સ નુર મોહમ્મદભાઈ ઉમરભાઈ હિંગોરાએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેમને એવું જણાવેલ કે પાકિસ્તાન વિશે કોઈ વસ્તુ ખરાબ બોલવાની નહીં જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જે તે સમયે એ ઝઘડાનો અંત થયેલો હતો.
થોડા દિવસ બાદ ગઈ તારીખ 12 તારીખના રોજ એક વ્યક્તિ હુસૈનભાઈ સુમારભાઈ હિંગોરા નામના વ્યક્તિએ અગાઉ જે નુર મોહમ્મદભાઈ ઉમરભાઈ હિંગોરા હતા એમના સમર્થનમાં આવીને ફરી ફરિયાદી મુકેશભાઈ રણમલભાઈ ખીંટ સાથે ફોનમાં શાબ્દિક બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો. તેમાં પણ તેમણે એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન વિરોધી તમારે કોઈ વસ્તુ બોલવાની નથી અને ઝઘડો કરેલો હતો. ફરિયાદીએ ગઇકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
બંને આરોપીઓની તપાસ દરમિયાન તેમના મોબાઈલ ચેક કરવામાં આવેલા હતા. જેમના મોબાઈલ ચેક કરતાં તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવી હતી. જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ લોકોનું તેમના રિલેટિવ્સને ત્યાં હોય છે કોન્ટેક્ટસ અને અગાઉ કોઈ સોશિયલ મીડિયા લિંકથી તેમના ફ્રેન્ડ્સ મિત્રો પણ ત્યાં પાકિસ્તાનમાં હોઈ શકે છે. તેમના સાથે તેમની સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોય છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
