Devbhoomi Dwarka News: બેટ દ્વારકાની અલ હુસૈની નામની બોટને થોડા દિવસ પહેલા દરિયામાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ દ્વારા ટક્કર મારવામાં આવતા બોટ દરિયામાં ડૂબી જતા એક ખલાસીનું મોત નીપજ્યું છે. જ્યારે એક ખલાસીની શોધખોળ કરવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છેકે, 5 માછીમારોને પાકિસ્તાની ચાંચિયા ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.
અલ-હુસૈની નામની બોટ માછીમારી માટે ઓખાથી દરિયામાં ગઇ હતી. એ દરમિયાન પાકિસ્તાની કોસ્ટગાર્ડ દ્વારા ટક્કર મારવામાં આવતા ભારતીય બોટ દરિયામાં ડૂબી ગઇ હતી. બોટમાં સવાર 2 ખલાસી દરિયામાં ગરકાવ થયા હતા. જ્યારે પાંચ માછીમારોનું પાકિસ્તાની કોસ્ટગાર્ડ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ બનાવમાં દરિયામાં ડૂબી ગયેલા બે ખલાસીઓમાંથી એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ મૃતદેહને દ્વારકા ખાતે લાવવામાં આવ્યો છે. ત્યાંથી જામનગર ખાતે ખસેડવામાં આવશે અને ત્યાં પેનલ પીએમ કરવામાં આવશે. જ્યારે અન્ય એક ડૂબેલા ખલાસીની હાલ શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
