Devbhoomi Dwarka News: સ્કૂબા ડાઈવરની રામ ભક્તિ, શિવારજપુર બીચમાં સમુદ્રની અંદર હનુમાનજી છબી સાથેનો ધ્વજ લહેરાવ્યો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 19 Jan 2024 06:59 PM (IST)Updated: Fri 19 Jan 2024 07:00 PM (IST)
devbhoomi-dwarka-news-a-scuba-diver-hoists-a-flag-with-hanumanji-image-in-the-sea-at-shivarajpur-beach-269360

Devbhoomi Dwarka News: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. જેને લઇને ગુજરાત સહિત દેશભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે. ગુજરાતના જાણીતા શિવારજપુર બીચમાં સ્કૂબા ડાઈવર કરમણભા ચમડીયાએ કડકડતી ઠંડીમાં રામભક્ત હનુમાનજીની છબી સાથે ધ્વજ સમુદ્રની અંદર લહેરાવ્યો હતો.

બે દિવસ બાદ એટલે કે 22 જાન્યુઆરી ઐતિહાસિક દિવસ છે. વર્ષોથી જેની પ્રતિક્ષા હતી એ પણ હવે નજીક આવી છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇને તંત્ર અને સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રામ લલ્લાની મૂર્તિનું સ્થાપ ગર્ભગૃહમાં કરવામાં આવ્યું છે. દેશભરમાં એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. રામધ્વજ, શ્રી રામના નારા સાથે સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. રામધ્વજ, ભગવો ધ્વજ ઘરે-ઘરે લગાવવામાં આવી રહ્યાં છે. શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના સૌથી ચોખ્ખા બીચ એવા શિવરાજપુરમાં એક રામભક્તની અનોખી ભક્તિ જોવા મળી હતી. સ્કૂબા ડાઇવિંગ કરતા સ્કૂબા ડાઈવર કરમણભા ચમડીયાએ સમુદ્રની અંદર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે તેઓ દરિયાની અંદર ગયા હતા અને પરમ રામભક્ત હનુમાનજીની છબી સાથેનો કેસરિયો ધ્વજ લહેરાવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.