Devbhumi Dwarka: ખંભાળિયામાં ડેમમાંથી માટી કાઢવાની બાબતમાં લાંચ લેતા નાગડાગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પુત્રને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 29 May 2024 09:48 AM (IST)Updated: Wed, 29 May 2024 09:48 AM (IST)
acb-caught-nagdagram-panchayats-woman-sarpanch-lakhi-ben-gujaria-and-her-son-from-khambhalia-taking-a-bribe-of-rs-1-10-lakh

Devbhumi Dwarka news: ખંભાળિયા તાલુકાના એક આસામી પાસેથી ડેમ વિસ્તારમાંથી માટી કાઢવા કોઇ હેરાનગતિ ન થાય તે માટે લાંચ લેવાના પ્રકરણમાં મહિલા સરપંચ તથા તેમના પુત્રને લાંચ લેતા ACBએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

ACB સુત્રો દ્વારા જાહે૨ ક૨વામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા જામનગર રોડ પર આવેલા સિંહણ ડેમમાંથી માટી કાઢવાનું કામ કરતા એક આસામી દ્વારા તેના આ કામ ધંધામાં હેરાનગતિ કરી અને નાગડા ગ્રામ ૫ચાયતના મહિલા સરપંચ લાખી બહેન મેરામણભાઈ ગુજરીયા દ્વારા રૂપિયા 1.10 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી.
 
આ રકમ તે આપવા માંગતા ન હોય જેથી એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને જાણ કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને રાજકોટ ACB એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા ACB પોલીસ મથકના PI પી.એ. દેકાવાડીયા તથા તેમની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

તેને અનુલક્ષીને ખંભાળિયા જામનગર હાઇવે પર આવેલ આરાધના રોડ ઉપર ફરિયાદી દ્વારા આરોપી લાખીબહેન તથા તેમના પુત્ર ફુલસુર ગુજરીયાને રુપિયા 1.10 લાખની રોકડ લેતા એસીબી પોલીસ સ્ટાફે ઝડપી પાડ્યા હતા. જે અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.