અહો આશ્ચર્યમ! દાહોદમાં અત્યંત દુર્લભ બે મોઢાવાળા વુલ્ફ સ્નેકનું રેસ્ક્યુ, જાણો શું છે Bicephaly?

પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ સંસ્થા દ્વારા વન વિભાગના સહયોગથી આ દુર્લભ બે મોઢાવાળા વરુદંતી સર્પનું સફળ રેસ્ક્યુ કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 08:20 AM (IST)Updated: Tue, 06 Oct 2026 08:52 AM (IST)
dahod-wildlife-news-rare-two-headed-wolf-snake-rescue-bicephaly-case
Two Headed Wolf Snake

Dahod Two Headed Wolf Snake Rescue: દાહોદ શહેર અને રાજ્યના વન્યજીવ ઈતિહાસમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વિવિધ પ્રજાતિના વન્યજીવોના રેસ્ક્યુ માટે કાર્યરત પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ સંસ્થાએ તેમના સ્થાપના દિવસ 4 ઓક્ટોબરે દાહોદ વન વિભાગના સહયોગથી અત્યંત દુર્લભ બે મોઢાવાળા Wolf Snake એટલે કે વરુદંતી સર્પનું સફળ રેસ્ક્યુ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, દાહોદ અને સંભવિતપણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના બે સ્વતંત્ર મોઢા ધરાવતા વુલ્ફ સ્નેકનું રેસ્ક્યુ પ્રથમ વખત જ નોંધાયું છે.

સામાન્ય રીતે વુલ્ફ સ્નેક (Wolf Snake) એટલે કે વરુદંતી સર્પ બિન-ઝેરી પ્રજાતિનો સાપ છે, જે માનવજાત માટે બિલકુલ હાનિકારક હોતો નથી. મકાન તથા માનવ વસાહતોની આસપાસ જોવા મળતી ગરોળીઓ, જંતુઓ અને નાના જીવો તેનો મુખ્ય ખોરાક હોય છે. આ રીતે તે કુદરતી ઈકો-સિસ્ટમ તેમજ જંતુ નિયંત્રણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

naidunia_image

વન્યજીવ વિજ્ઞાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કેટલીક જનીની (જીનેટિક) વિકૃતિના કારણે જીવમાં બે માથાં કે મોઢા વિકસિત થાય છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં બાયસેફાલી (Bicephaly) કહેવામાં આવે છે. આવી કુદરતી ઘટના લાખો જીવોમાંથી કોઈ એકમાં જ જોવા મળતી હોય છે.

આ અનોખા સાપ વિશે વધુ વિગતો આપતા નિષ્ણાતોએ જણાવ્યું કે, આ સાપના બંને મોઢા પોતાના સ્વતંત્ર મગજ અને ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) ધરાવે છે. આ જ કારણોસર ખોરાક મેળવતી વખતે કે દિશા નક્કી કરતી વખતે બંને મોઢા અલગ-અલગ અને સ્વતંત્ર પ્રયાસો કરતા જોવા મળે છે. ક્યારેક શિકાર ગળતી વખતે સાપના પોતાના બંને માથા વચ્ચે જ સ્પર્ધા થાય છે.

naidunia_image

નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું કે, તો બીજી તરફ કુદરતી શિકારીઓથી બચતી વખતે યોગ્ય દિશા નક્કી ન થવાથી મુશ્કેલી ઊભી થાય છે. પરિણામે, કુદરતી વાતાવરણમાં બે મોઢા ધરાવતા જીવો માટે લાંબો સમય જીવિત રહેવું ખૂબ જ કઠિન સાબિત થાય છે.

પ્રકૃતિ મિત્ર મંડળ અને વનવિભાગના આ સંયુક્ત અને નવતર રેસ્ક્યુએપર્યાવરણવિદો, વન્યજીવ નિષ્ણાતો અને સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓમાં ભારે કૌતુક અને આકર્ષણ જગાવ્યું છે. સ્થાપના દિવસે જ થયેલી આ દુર્લભ શોધને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અગત્યની ઘટના માનવામાં આવી રહી છે.