Dahod Rain: દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી ઘોડાપુર, નદી નાળાઓ છલકાતા વાહનવ્યવહાર ઠપ ગામડાંઓનો સંપર્ક તૂટ્યો

ભારે વરસાદના કારણે જિલ્લાની નદી-નાળાઓ એક પછી એક છલકાયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 24 Jun 2025 02:53 PM (IST)Updated: Tue, 24 Jun 2025 02:53 PM (IST)
dahod-news-heavy-rains-in-dahod-district-have-caused-traffic-jams-rivers-and-canals-overflowing-and-communication-between-villages-has-been-cut-off
HIGHLIGHTS
  • નદીમાં પુર આવતાની સાથે જ નાનીહાંડીથી લીમડી રોડ ઉપર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયો છે.
  • ખજૂરી ફળિયાના કોઝવે પર ત્રણ ફુટ જેટલું પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

Dahod Rain News: દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા કલાકોથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાની નદી-નાળાઓ એક પછી એક છલકાયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઝાલોદ તાલુકાના નાનીહાંડી ગામની નદીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. નદીમાં પુર આવતાની સાથે જ નાનીહાંડીથી લીમડી રોડ ઉપર વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયો છે. રસ્તાઓ બંધ થઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખજૂરી ફળિયાના કોઝવે પર ત્રણ ફુટ જેટલું પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો અને સ્થાનિકોને તંત્ર દ્વારા સલાહ અપાઈ છે કે, કોઈપણ પ્રકારના જોખમો ન લેવા અને પૂરગ્રસ્ત વિસ્તારો તરફ પ્રવેશ કરવાનો પ્રયાસ ન કરે ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ જો વરસાદની બેટિંગનો દોર ચાલુ રહેશે તો હાલની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યારે તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને શક્ય તેટલા બચાવ અને રાહતના પગલાં લેવા માટે સજ્જ છે.