Dahod News: દાહોદ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંતરામપુર પોલીસે દારુબંધીના એક જૂના કેસમાં મોટી કાર્યવાહી કરીને છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠકના મહિલા સભ્યનો પતિ છે. રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિની ધરપકડ થતાં જ મહીસાગર ને દાહોદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
બાતમીને આધારે પોલીસે ઝડપી લીધો
આ પણ વાંચો
મળતી વિગત મુજબ, મુકેશ પારગી સામે પાંચ વર્ષ અગાઉ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ત્યારતથી જ તે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો હતો. સંતરામપુર પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળતાની સાથે જ પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીની પૂછપરછ શરુ કરી
ગુજરાતમાં દારુબંધીના કડક અમલ માટે ફરાર આરોપીઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના ભાગરુપે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સંતરામપુર પોલીસે ભાજપ મહિલા સભ્યના પતિ મુકેશ પારગીની પૂછપરછ કરી છે. આરોપી પાંચ વર્ષ સુધી ક્યાં છુપાયો, ફરાર થવામાં કોણે મદદગારી કરી, તેની સામે કયા ગુનાઓ નોંધાયેલા છે. તે દિશામાં પોલીસે વધું કાર્યવાહી હાથ ધરી છે,
ઉપરાંત આરોપી પ્રોહિબિશનના ગુામાં દારુનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ શરુ કરી છે. હાલ આરોપીની પૂછપરછ કરી લીધા બાદ અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
