Chhotaudepur: 15 ફૂટ વધુ ઊંડા કરાયેલા તળાવે લીધો યુવકનો જીવ, સીમલફળિયામાં અરેરાટી

છોટાઉદેપુરના સીમલફળિયા ગામમાં એક યુવક તળાવમાં ડૂબી જતાં મોત થયું. ગ્રામજનોનો આરોપ છે કે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને તળાવને 15 ફૂટ વધુ ઊંડું કરાયું હતું, જેના કારણે આ દુર્ઘટના બની.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 12:01 PM (IST)Updated: Sun, 04 Oct 2026 12:01 PM (IST)
chhotaudepur-news-simalfaliya-youth-drowned-lake

Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી એક યુવક તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હોવાની હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. સીમફલિયા ગામમાં ઘટિત ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે સાથે ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ લગાવાયો છે કે, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને તળાવને ઊંડું કરવામાં આવ્યું છે. જ્યાં યુવક લપસી જતાં કૂવામાં ગરકાવ થઈ ગયો હતો.

તળાવમાં લપસી જતાં યુવકનું મોત

મળતી માહિતી પ્રમાણે, સીમલફળિયા ગામનો યુવક શનિવારના રોજ પોતાના અંગત કામથી છોટાઉદેપુર જવા માટે નીકળ્યો હતો. પરંતુ કોઈ કારણોસર ગામના જૂના રસ્તા પાસેથી પસાર થતી વખતે લપસી ગયો હતો. તળાવ વધારે ઉંડું હોવાથી યુવક પોતાનો જીવ બચાવી શક્યો નહી અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

તળાવ કાંઠે મૃતદેહ મળ્યો

લાંબા સમય સુધી યુવક ઘરે પાછો ન ફરતાં તાત્કાલિક પરિવારના સભ્યો અને સ્થાનિકોએ શોધખોળ શરુ કરી હતી .જ્યાં તળાવ પાસે યુવકનો મૃતદેહ મળી આવતાં લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ગ્રામજનોનો ગંભીર આક્ષેપ

ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે, આ તળાવ સરકારના નિયમો વિરુદ્ધ જઈને15 ફૂટ વધારે ઉંડું કરવામાં આવતાં આ દુર્ઘટના સર્જાઈ છે. એમ્બ્યુલન્સની ટીમ તાત્કલિક ઘટના સ્થળે દોડી આવતાં યુવકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી હતી.