Chhota Udepur Municipality: છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કોળી, ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણીની વરણી

28 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 1 બેઠક પર કોંગ્રેસ, 4 બેઠક અપક્ષ અને 15 બેઠક અન્યને મળી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 06 Mar 2025 03:54 PM (IST)Updated: Thu, 06 Mar 2025 03:54 PM (IST)
chhota-udepur-municipality-office-bearers-selected-complete-list-including-new-president-in-chhota-udepur-district

Chhota Udepur Nagarpalika: છોટા ઉદેપુર નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં 28 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 1 બેઠક પર કોંગ્રેસ, 4 બેઠક અપક્ષ અને 15 બેઠક અન્યને મળી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ પદે મંજુલાબેન કિશનભાઈ કોળીની જ્યારે ઉપપ્રમુખ પદે પરવેઝ મુસ્તુફાઅલી મકરાણીની વરણી કરવામાં આવી છે.

છોટા ઉદેપુર નગરપાલિકા(Chhota Udepur Municipality)ના પરિણામ પર એક નજર

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 નજમા મોહમ્મદફેસલ મલા અપક્ષ 773
વોર્ડ -1 નસીમબાનુ મહંમદસોયેબભાઇ દાલ કોંગ્રેસ 712
વોર્ડ -1 શૈલેષભાઇ વલ્લભભાઇ રાઠવા અપક્ષ 570
વોર્ડ -1 ઝાકીરહુસેન એહમદ અંધી અપક્ષ 1273
વોર્ડ -2 વર્ષાબેન ભુપેન્દ્રભાઇ ધોબી ભાજપ 905
વોર્ડ -2 અલ્પાબહેન સૌરભકુમાર શાહ ભાજપ 1077
વોર્ડ -2 મુકેશભાઇ દલસુખભાઇ રાઠવા ભાજપ 1129
વોર્ડ -2 પ્રશાંતકુમાર ભરતભાઈ પટેલ ભાજપ 1137
વોર્ડ -3 મધુબેન દિલીપભાઇ રાઠવા ગુજરાત સર્વ સમાજ પાર્ટી 486
વોર્ડ -3 અસ્માબેન હનીફભાઇ પઠાણ ગુજરાત સર્વ સમાજ પાર્ટી 610
વોર્ડ -3 ઝાકીરહુસેન મહંમદયુસુફ દડી ગુજરાત સર્વ સમાજ પાર્ટી 621
વોર્ડ -3 તસ્લીમખાન સલીમભાઇ પઠાણ ગુજરાત સર્વ સમાજ પાર્ટી 648
વોર્ડ -4 શ્વેતા રાહુલકુમાર પરમાર ભાજપ 870
વોર્ડ -4 સુક્ષ્માબેન વેલજીભાઇ રાઠવા બસપા 1071
વોર્ડ -4 મંજુલાબેન કીશનભાઇ કોલી ભાજપ 763
વોર્ડ -4 જીમીતકુમાર હરેશભાઇ રાઠવા બસપા 944
વોર્ડ -5 પારૂલબેન જીગ્નેશકુમાર તડવી સપા 920
વોર્ડ -5 નજમાબીબી રફીકમહંમદ પઠાણ અપક્ષ 1838
વોર્ડ -5 પરવેઝ મુસ્તુફાઅલી મકરાણી સપા 1465
વોર્ડ -5 મુફીજઅહેમદ નજરમહંમદ શેખ સપા 869
વોર્ડ -6 ભાવિકાબેન મહેન્દ્રભાઇ તડવી સપા 483
વોર્ડ -6 રસીદાબીબી એજાજ એહમદ શેખ સપા 813
વોર્ડ -6 કમલેશકુમાર પ્રભુદાસ વણકર સપા 1211
વોર્ડ -6 ફારૂકભાઇ મહંમદભાઇ ફોદા નવીન ભારત નિર્માણ મંચ 1237
વોર્ડ -7 મીનાબેન ભુપતભાઇ બારિયા બસપા 986
વોર્ડ -7 પ્રતિકા ઉમેશકુમાર જાની બસપા 1219
વોર્ડ -7 વિમલકુમાર અમરતલાલ દરજી ભાજપ 1095
વોર્ડ -7 વંદનકુમાર જયપ્રકાશ પંડ્યા ભાજપ 1121