Umesh Makwana on Gopal Italia: ગુજરાતના રાજકારણમાં હાલમાં ચેલેન્જની રાજનીતિ જોરમાં છે. આ જ દોરમાં હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પ્રવેશ કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. જે બાદ ગઈકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે કાંતિ અમૃતિયા રાજીનામું આપવા આવ્યા હતા પણ રાજીનામું આપ્યું નહોતું.
ઉમેશ મકવાણાએ પોતાના કાર્યકાળની સિદ્ધિઓની ચર્ચા કરતા જણાવ્યું કે, મેં મારા અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન બોટાદ વિસ્તારમાં રૂપિયા 2000 કરોડના વિકાસકામો કર્યા છે. ગોપાલભાઈમાં સાહસ હોય તો વધુ કામ કરવાની ચેલેન્જ સ્વીકારો. તેમના આ નિવેદનમાંથી સ્પષ્ટ થાય છે કે મકવાણા ઇટાલિયાને માત્ર ભાષણો આપવા બદલે જમીન પર ઉતરીને કાર્ય કરીને બતાવવા માટે કહી રહ્યા છે.
ઉમેશ મકવાણાએ વધુમાં કહ્યું કહ્યું કે,ભાજપ અને આપના ધારાસભ્યો રાજીનામાના નાટક કરે છે. પ્રજાએ તમને કામ કરવા માટે ચૂંટ્યા છે, તો કામ કરો. ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ અઢી વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાતમાં કામ કર્યું છે 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તોય ભલે રિપોર્ટ કાર્ડ આપ્યું તું મીડિયાના મારફત જીઆઈડીસી હોય તોય ભલે રોડ રસ્તા હોય તોય ભલે સ્કૂલના કામો હોય તોય ભલે. અઢી વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને
