Salangpur Hanumanji: શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવને ફુલની ડિઝાઈવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા, 500 કિલો કેળાનો અન્નકુટ ધરાવાયો

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 08 Nov 2025 09:29 AM (IST)Updated: Sat, 08 Nov 2025 09:29 AM (IST)
salangpur-hanumanji-adorned-in-silk-wagha-offered-500-kg-bananas
HIGHLIGHTS
  • આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ કરી હતી.
  • હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકુટ પણ ધરાવ્યો છે.

Salangpur Hanumanji Mandir: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 8-11-2025, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ કરી હતી.

naidunia_image

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકુટ પણ ધરાવ્યો છે. આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં આવશે. આ સાથે દાદાના પરિરસમાં આવેલી યજ્ઞ શાળામાં આજે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે.