Salangpur Jal Jhilani Ekadashi: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી તા. 22-09-2026ને મંગળવારના રોજ જલઝીલણી(પરિવર્તિ)એકાદશીની ઉજવણી કરાઈ હતી.દાદાને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો હતો.
ઠાકોરજીને કરાવ્યો જળ વિહાર
શ્રી ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યો હતો. તેમજ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી અને નારાયણમુનિ સ્વામી વગેરે દ્વારા કરવામાં આવી હતી. જલઝીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિ વિસર્જન
ભક્તિ અને ઉમંગ સાથે ગણપતિ વિસર્જન વિશેષ પૂજન અર્ચન,ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે ગણપતિ વિસર્જનની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.ભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપ્પાની આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી.
હરિભક્તોએ 'બાપ્પા'ના દિવ્ય દર્શન કર્યા
ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર સાળંગપુરધામ ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું.
