Ranpur: છેલ્લાં 40 દિવસમાં 250થી વધુ પશુઓના મોત, પાંજરાપોળમાં ટ્રસ્ટીઓ સામે લોકો રોષે ભરાયા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 12 Jul 2023 11:57 AM (IST)Updated: Wed, 12 Jul 2023 12:01 PM (IST)
ranpur-more-than-250-cattle-death-in-last-40-days-people-angry-against-trustees-in-panjarapol

રાણપુરની પાંજરાપોળમાં છેલ્લાં 40 દિવસમાં 250થી વધુ પશુઓના મોત થયા છે.જેને લીધે ચકચાર મચી જવા પામી છે.એટલું જ નહીં ગત 10 દિવસમાં 158થી વધુ પશુઓના મોત થતાં લોકો રોષે ભરાયા છે. મહત્ત્વનું છે કે, રાણપુરના અણિયાળી રોડ આવેલા પાજરાપોળમાં અંદાજે 1500 પશુ છે. આ પાંજરાપોળનું સંચાલન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. ગત જૂન 2023માં પાંજરાપોળમાં 87 પશુઓનાં મોત થયાની ઘટના સામે આવી હતી. ત્યારે જુલાઈનાના 10 દિવસમાં 158 પશુઓનાં મોત થતાં કુલ 250થી વધુ પશુઓના મોત થતાં ચકચાર મચી ગઈ છે.

રાણપુરના પાંજરાપોળમાં વરસાદને લીધે પાણી ભરાઈ જતાં ઢીંચણ સુધીનો કાદવ-કીચડ થયો હતો. જેમાં પશુઓના કીચડમાં અને ગંદકીમા ફસાઈ જતા મોત થયા હતા. મહત્ત્વનું છે કે, ચોમાસાની ઋતુમાં ઘણાં દિવસથી સતત વરસાદ પડતો હોવાથી પાંજરાપોળમાં પાણી ભરાઈ રહેતા ઢીંચણસમો કાદવ થઈ ગયો હતો. પાંજરાપોળના પશુઓ કાદવમાં ફસાઈ જવાથી નીચે પડી જતા હતા અને ઊભા ના થઈ શકતા પશુઓના મોત થયા હતાં. એક જાગૃત નાગરિકે પાંજરાપોળની મુલાકાત લેતા સમગ્ર ઘટના સામે આવી છે.