Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘમહેર, બોટાદના ગઢડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો ક્યાં 5 જિલ્લામાં સૌથી વધુ મેઘમહેર થઈ

અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 17 Jun 2025 10:04 AM (IST)Updated: Tue, 17 Jun 2025 10:04 AM (IST)
gujarat-rain-botads-gadhada-sees-13-inches-of-rainfall-in-24-hours

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ મોરબી, જૂનાગઢ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. આ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં આ તાલુકામાં વરસાદ થયો

  • ગઢડા તાલુકામાં 13.9 ઈંચ વરસાદ
  • બોટાદ તાલુકામાં 11.00 ઈંચ વરસાદ
  • બરવાળા તાલુકામાં 2.6 ઈંચ વરસાદ
  • રાણપુર તાલુકામાં 1.7 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં આ તાલુકામાં વરસાદ થયો

  • પાલીતાણા તાલુકામાં 11.9 ઈંચ વરસાદ
  • શિહોર તાલુકામાં 11.6 ઈંચ વરસાદ
  • જેસર તાલુકામાં 10.7 ઈંચ વરસાદ
  • ઉમરાળા તાલુકામાં 10.4 ઈંચ વરસાદ
  • મહુવા તાલુકામાં 9.0 ઈંચ વરસાદ
  • વલ્લભીપુર તાલુકામાં 6.3 ઈંચ વરસાદ
  • તળાજા તાલુકામાં 6.1 ઈંચ વરસાદ
  • ગારીયાધાર તાલુકામાં 5.9 ઈંચ વરસાદ
  • ભાવનગર તાલુકામાં 3.5 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં આ તાલુકામાં વરસાદ થયો

  • સાવરકુંડલા તાલુકામાં 10.0 ઈંચ વરસાદ
  • રાજુલા તાલુકામાં 7.4 ઈંચ વરસાદ
  • અમરેલી તાલુકામાં 6.8 ઈંચ વરસાદ
  • લિલિયા તાલુકામાં 6.7 ઈંચ વરસાદ
  • બાબરા તાલુકામાં 4.8 ઈંચ વરસાદ
  • ખાંભા તાલુકામાં 4.1 ઈંચ વરસાદ
  • લાઠી તાલુકામાં 3.2 ઈંચ વરસાદ
  • કુંકાવાવ વાડિયા તાલુકામાં 2.8 ઈંચ વરસાદ
  • બગસરા તાલુકામાં 2.6 ઈંચ વરસાદ
  • ધારી તાલુકામાં 1.9 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આ તાલુકામાં વરસાદ થયો

  • ચોટીલા તાલુકામાં 6.2 ઈંચ વરસાદ
  • ચુડા તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • સાયલા તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • થાનગઢ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ
  • મૂળી તાલુકામાં 3.6 ઈંચ વરસાદ
  • વઢવાણ તાલુકામાં 1.7 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં આ તાલુકામાં વરસાદ થયો

  • વિંછિયા તાલુકામાં 5.8 ઈંચ વરસાદ
  • જસદણ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • જેતપુર તાલુકામાં 3.5 ઈંચ વરસાદ
  • લોધિકા તાલુકામાં 2.4 ઈંચ વરસાદ
  • ઉપલેટા તાલુકામાં 2.2 ઈંચ વરસાદ
  • ગોંડલ તાલુકામાં 2.1 ઈંચ વરસાદ
  • રાજકોટ તાલુકામાં 2.0 ઈંચ વરસાદ
  • કોટડાસાંગાણી તાલુકામાં 1.9 ઈંચ વરસાદ
  • ધોરાજી તાલુકામાં 1.5 ઈંચ વરસાદ
  • જામકંડોરણા તાલુકામાં 1.3 ઈંચ વરસાદ
  • પડધરી તાલુકામાં 1.1 ઈંચ વરસાદ