Botad: રાણપુરમાંથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ, મિલ્ક પાવડરમાં પાણી અને વનસ્પતિ તેલની કરવામાં આવતી હતી ભેળસેળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Oct 2023 10:02 PM (IST)Updated: Thu, 19 Oct 2023 10:02 PM (IST)
botad-news-lcb-busted-adulterated-milk-factory-1-held

Botad: બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

હકીકતમાં બોટાલ LCBએ મળેલી બાતમીના આધારે બુબાવાવ ગામમાં જેજેરામ સંતરામભાઈ ગોંડલિયાના ઠેકાણે દરોડો પાડ્યો હતો. જ્યાંથી તે દૂધમાં ભેળશેળ કરતો મળી આવ્યો હતો. આથી પોલીસે મામલતદાર રાણપુર તેમજ ભાવનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. જે બાદ જરૂરી સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં આરોપી જેજેરામ ગોંડલિયા પાણી અને મિલ્ક પાવડરને મિક્સ્ચરમાં મિક્સ કરીને તેમાં વનસ્પતિ તેલ ઉમેરીને નકલી દૂધ બનાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે 400 લીટર જેટલું નકલી દૂધ સહિત કુલ 91,520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી દ્વારા પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલું ભેળસેળિયું દૂધ કઈ-કઈ ડેરીઓમાં મોકલવામાં આવતું હતુ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.