Botad: ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર AAP MLAએ ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- 'શું ગુજરાત સરકાર ડાન્સબાર પણ ખોલશે?'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 Dec 2023 05:47 PM (IST)Updated: Sat, 23 Dec 2023 05:47 PM (IST)
botad-news-aap-mla-umeh-makwana-letter-to-cm-on-liquor-permit-issue-in-gift-city
HIGHLIGHTS
  • આપણે ગુજરાતને બેંગકૉક કે પતાયા નથી બનાવવું

Botad: ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (GIFT City)માં લીકરના સેવન પર છૂટ આપવામાં આવી છે. જેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં બોટાદથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ સાથે જ પોતાના વીડિયોમાં તેમણે સરકારના નિર્ણય પર સવાલ પણ ઉઠાવ્યા છે.

naidunia_image

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીના આ ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી રહી છે. જે ગુજરાતને કલંકિત કરતી ઘટના છે. આ ગુજરાતીઓનું ઘોર અપમાન છે. ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટીમાં લીકર સેવન પર મુક્તિના નિર્ણય પર રોક લગાવવામાં આવે.

વધુમાં આ મામલે આપ ધારાસભ્યએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે, ગુજરાતમાં 60 વર્ષથી લાગુ દારૂબંધીને રાજ્ય સરકાર હટાવવાનો પ્રયાસ કરી કરી છે. એક ધારાસભ્ય તરીકે ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી તરફથી હું સરકારના આ નિર્ણયની નિંદા કરું છું. આગામી બજેટ સત્રમાં પણ હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ.

ગુજરાતમાં રોકાણના નામે દારૂબંધીમાં છૂટ આપવાના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા આપ ધારાસભ્યએ જણાવ્યું કે, આપણે ગુજરાતને બેંગકોક કે પતાયા નથી બનાવવું. શું ગુજરાત સરકાર આવનારા સમયમાં ડાન્સબાર પણ ખોલવા જઈ રહી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.