Bhuj News:કંડલા બંદર નજીક બે માલવાહક જહાજ વચ્ચે થઈ ટક્કર, કોસ્ટ ગાર્ડે 21 લોકોનો બચાવ્યો જીવ

Bhuj News:કંડલા બંદર નજીક બે માલવાહક જહાજ એકબીજા સાથે ટકરાઈ ગયા બાદ કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને એક જહાજની ચાલક ટીમના 21 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 12 Sep 2026 05:54 PM (IST)Updated: Sat, 12 Sep 2026 05:54 PM (IST)
two-cargo-ships-collide-near-kandla-port-coast-guard-rescues-21-people

Bhuj News:કંડલા બંદર નજીક બે માલવાહક જહાજ એકબીજા સાથે ટકરાઈ ગયા બાદ કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને એક જહાજની ચાલક ટીમના 21 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે. સંરક્ષણ બાબતના જનસંપર્ક અધિકારી ચેન્નઈએ શનિવારે આ સફળ બચાવ અભિયાનની માહિતી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે મર્ચન્ટ વેસલ MC કેમેક્સ એમ્પરર અને MV ટુ મેરિનર વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ ભારતીય તટરક્ષક દળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

ડિફેન્સ PRO ચેન્નઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે MV કેમેક્સ એમ્પરર પર સવાર થયેલા 24 સભ્ય પૈકી 21 ને બચાવવામાં આવ્યા છે. જ્યારે 3 સભ્ય જહાજના જરૂરી સંચાલનમાં સહાયતા માટે હજુ પણ બોર્ડ પર છે. જહાજો અને ચાલક દળની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવવામં આવી રહી છે. 

મુંબઈ દરિયાકાંઠે ડીઝલની દાણચોરીનો પર્દાફાશ

અન્ય એક ઘટનાક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડે મહારાષ્ટ્રના મુંબઈ દરિયાકાંઠે એક શંકાસ્પદ બોટ પકડીને ગેરકાયદેસર ડીઝલની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

10 સપ્ટેમ્બર, 2026ના રોજ બપોરે 2:10 વાગ્યે એક ઓફશોર ઓઇલ રિગ નજીક અનધિકૃત પ્રવૃત્તિ થઈ રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તરત જ કોસ્ટ ગાર્ડે તેની એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલને તપાસ માટે મોકલ્યું હતું.

10 લાખ રૂપિયા રોકડા અને ગેરકાયદેસર માલ મળી આવ્યો

કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ રાત્રિના અંધારામાં શંકાસ્પદ જહાજને ઘેરી લીધું અને તેના પર દરોડો પાડ્યો. સઘન તપાસ દરમિયાન, ગેરકાયદેસર દારૂ અને આશરે 10 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી. જહાજમાં સવાર છ ક્રૂ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી અને જહાજ સાથે મુંબઈ હાર્બર લાવવામાં આવ્યા હતા.