કચ્છના મુન્દ્રામાં ડબલ મર્ડરથી ચકચાર! બારોઈ રોડ પર હિંસક ઘટનાનું ચોક્કસ કારણ શું? પોલીસ તપાસ બાદ ખુલશે હકીકત

મુન્દ્રાના બારોઈ રોડ પર સામસામે થયેલી ઝપાઝપી દરમિયાન આ હિંસક ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 09:17 AM (IST)Updated: Tue, 20 Oct 2026 09:17 AM (IST)
mundra-double-murder-case-baroi-road-love-affair-dispute-kutch-crime-news

Kutch Double Murder: કચ્છના મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર બે વ્યક્તિની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, આડા પ્રેમસંબંધના મુદ્દે સર્જાયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બે વ્યક્તિના મોત નીપજ્યાં છે, જ્યારે ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

મુન્દ્રાના બારોઈ રોડ પર સામસામે થયેલી ઝપાઝપી દરમિયાન આ ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઝપાઝપીમાં બે વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો, જ્યારે ઈજાગ્રસ્ત ત્રીજી વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા સહિતની દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. આડા પ્રેમસંબંધના મુદ્દે હત્યાકાંડ સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે, જોકે ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ગંભીર ઘટનાને પગલે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય અને લોકોમાં ખોટી માહિતી ન ફેલાય તે માટે પોલીસે નાગરિકોને અપીલ કરી છે. લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ માહિતી પર વિશ્વાસ ન કરવા પોલીસે જણાવ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાકાંડ અંગેની વધુ વિગતો સામે આવશે.