LPG Ship Arrives in India: મીડલ-ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait Of Hormuz) પર તોળાઈ રહેલા સંકટ વચ્ચે ભારત માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાંધણ ગેસને લઈને આવી રહેલું LPG કાર્ગો શિપ 'સિમી' આજ રોજ સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ પર પહોંચી ચૂક્યું છે.
માર્શલ આઈલેન્ડ્સના ઝંડા વાળા આ જહાજ ગત 13 મેના રોજ સૌથી સંવેદનશીલ ગણાતા હોર્મુજ સ્ટ્રેટમાંથી પસાર થયું હતુ. છેલ્લા અઢી મહિનાથી અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આ સમુદ્રી માર્ગમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. એક તરફ યુદ્ધના કારણે ક્રૂડ ઑઈલ અને ગેસના સપ્લાય પર સતત દબાણ વધી રહ્યું છે, એવામાં આ જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યું છે, જેને મોટી રાહત ગણી શકાય.
IOCએ 20 હજાર ટન LPGનો જથ્થો ખરીદ્યો હતો
ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (IOC)એ કતરના રાસ લફ્ફાન ટર્મિનલથી લગભગ 20 હજાર ટન LPG ખરીદ્યો હતો. આજ ગેસ લઈને 21 વિદેશી ક્રુ મેમ્બર સાથેનું જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યું છે.
Symi કાર્ગો શિપ માટે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઓમાનની ખાડીની આસપાસ ઈરાન નેવીની ચાંપતી નજર અને અમેરિકાની ગતિવિધિઓ વચ્ચે ખતરો ભાળી ગયેલા જહાજે થોડા સમય માટે પોતાનો ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) બંધ કરી દીધુ હતુ. જેથી તેનું લોકેશન સરળતાથી ટ્રેક ના થઈ શકે. આખરે આ શિપ યુદ્ધ અસરગ્રસ્ત વિસ્તારમાંથી સફળતાપૂર્વક પસાર થઈ શક્યું.
#WATCH | Kachchh, Gujarat: The Marshall Islands-flagged tanker Symi, carrying approx 20,000 tonnes of LPG, arrives at the Kandla Port.
— ANI (@ANI) May 17, 2026
Symi crossed the Strait of Hormuz on May 13.
(Source: DPA Kandla) pic.twitter.com/nbdSwdmkio
આ સમગ્ર મિશન દરમિયાન ભારત સરકારના અનેક મંત્રાલય સતત સક્રિય હતા. વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય અને પોર્ટ એન્ડ શિપિંગ મંત્રાલય વચ્ચે સતત સંપર્ક રહ્યો હતો. જેના પરિણામે જહાજને સુરક્ષિત રસ્તો મળી શક્યો અને કોઈ નુકસાન વિના તે ભારતના દરિયા કાંઠે સુરક્ષિત પહોંચી શક્યું.
ગત માર્ચ બાદ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને ભારત પહોંચનાર આ 13મું જહાજ છે. આ શિપની પાછળ જ વધુ એક LPG ટેન્કર એન.વી.સનસાઈન પણ ભારત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. વિયેતનામના ઝંડાવાળુ આ જહાજ ન્યૂ મેંગ્લોર પોર્ટ પર પહોંચશે.
