Kutch: મુદ્રા સ્થિત અદાણી હાઉસ ખાતે અદાણી પબ્લિક સ્કૂલના બેગપાઇપર બેન્ડે 75 વિદ્યાર્થીઓના ઉત્સાહી જૂથ સાથે મળીને નિશા કુમારી, નિલેશ બારોટ અને યુવાન નિક્ષા બારોટના પ્રેરણાદાયી 'પેડલ ટુ પ્લાન્ટ' અભિયાનના સફળ સમાપન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નીતિન સૈની (કસ્ટમ કમિશનર, મુંદ્રા), રક્ષિત શાહ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, APSEZ), સુજલ શાહ (CEO, અદાણી પોર્ટ્સ મુંદ્રા), અમી શાહ (ડિરેક્ટર, અદાણી પબ્લિક સ્કૂલ) અને હેમંત કુમાર (પ્રિન્સિપાલ, અદાણી પબ્લિક સ્કૂલ) હાજર રહ્યા હતા.
ત્રણ સભ્યોની ટીમ – નિશા કુમારી, નિલેશ બારોટ અને 8 વર્ષની નિક્ષા બારોટ-એ અરુણાચલ પ્રદેશથી મુંદ્રા સુધીની 4600 કિમીથી વધુની અસાધારણ યાત્રા પૂર્ણ કરી. આ યાત્રા દરમિયાન ફિટ ઇન્ડિયા ચળવળના મજબૂત સમર્થન સાથે પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવનશૈલી અને સક્રિય જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવામાં આવી.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 1,00,000થી વધુ વૃક્ષો વાવીને ભારતને હરિયાળું બનાવવાનો છે. આ સાથે દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય માટે યોગદાન આપવા પ્રેરિત કરવાનો છે.

પ્રખ્યાત ભારતીય પર્વતારોહક અને પર્યાવરણ વિષે જાગૃતિ ફેલાવનાર, માઉન્ટ એવરેસ્ટ વિજેતા નિશા કુમારી, જેઓ માઉન્ટ એવરેસ્ટ તેમજ અન્ય વૈશ્વિક શિખરો સર કરનારી ભારતીય મહિલાઓમાંની એક છે. આ ઉપરાંત ભારતથી લંડન સુધીની પડકારજનક સાયકલ યાત્રાની દુર્લભ સિદ્ધિ મેળવી છે. જેના નેતૃત્વમાં આ અભિયાનને સાયકલિંગ કોચ તેમજ પર્યાવરણીય કાર્યકર્તા નિલેશ બારોટે કુશળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.

તેમજ 8 વર્ષની નિક્ષા બારોટની આ યાત્રામાં ભાગીદારી ખાસ નોંધપાત્ર રહી, જેણે ફિટનેસ, શિસ્ત અને પર્યાવરણીય ચેતના કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય તેવો શક્તિશાળી સંદેશ આપ્યો.

આ યાત્રાની સમાપ્તિ માટે મુંદ્રા પોર્ટની પસંદગી ખાસ યોગ્ય છે, કારણ કે અદાણી પોર્ટ્સ વૈશ્વિક સ્તરે સૌથી હરિયાળા પોર્ટ ઓપરેટરોમાંના એક તરીકે ઓળખાય છે. તેમાં મોટા પાયે મેન્ગ્રોવ વનીકરણ અને વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવું, બંદરના સાધનો (જેમ કે ક્રેન અને વાહનો)નું વીજળીકરણ કરી અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર દૂર કરવું તેમજ તમામ કામગીરીને નવીનીકરણીય ઊર્જાથી સંચાલિત કરવાની પ્રતિબદ્ધતા સહિતની પહેલ ચાલુ છે. આગામી વર્ષોમાં શૂન્ય ઉત્સર્જન તરફ આગળ વધવાનું લક્ષ્ય છે.

મુંદ્રા ખાતેનું આગમન માત્ર આ ઐતિહાસિક સાયકલિંગ સિદ્ધિનો વિજયી અંત જ નહીં, પરંતુ હરિયાળા અને મજબૂત ભારતના સહિયારા દ્રષ્ટિકોણને મજબૂત કરતી એક અર્થપૂર્ણ રાષ્ટ્રીય ચળવળની પરાકાષ્ઠા પણ છે.
આ તકે નિલેશ બારોટે જણાવ્યું કે, આ સાયકલિંગ યાત્રાનો અમારો ધ્યેય 'ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ' ના શક્તિશાળી સૂત્ર સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો છે. અમે અભિયાન દરમિયાન મુખ્યત્વે આબોહવા પરિવર્તન અને તંદુરસ્તી વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રસ્તામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, અમે માનીએ છીએ કે, સમર્પણ હંમેશા તમને તમારા લક્ષ્યો તરફ દોરી જાય છે. નિશા કુમારીએ આ મુશ્કેલ યાત્રા પૂર્ણ કરીને જે પ્રાપ્ત કર્યું છે, તે એ જ અતૂટ સમર્પણનો પુરાવો છે જેના કારણે તેણી માઉન્ટ એવરેસ્ટ પર ચઢી શકી.
APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉમેર્યું કે અદાણી ગ્રૂપ હંમેશા પર્યાવરણીય અને ટકાઉ પહેલ માટે પ્રતિબદ્ધ, આ હેઠળ મુંદ્રા ખાતે અદાણી ગ્રુપ દ્વારા અદાણી વન હેઠળ હજારો વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, અને આવનાર સમયમાં આ બધીજ જગ્યા ઓ ગાઢ જંગલમાં નિર્માણ પામશે.
સન્માન સમારોહ પછી નિશા કુમારી, નિલેશ બારોટ અને 8 વર્ષીય નિક્ષા બારોટે મુખ્ય મહેમાન નીતિન સૈની (કસ્ટમ કમિશનર, મુંદ્રા), રક્ષિત શાહ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, APSEZ)અને સુજલ શાહ (CEO, અદાણી પોર્ટ્સ મુંદ્રા) સાથે વૃક્ષારોપણમાં ભાગ લીધો, જે મુંદ્રા બંદર પર તેમની નોંધપાત્ર લાંબા અંતરની યાત્રાના પૂર્ણ સમાપનને ચિહ્નિત કરે છે.
