Kandla SEZ Protein Powder Scam: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે કસ્ટમ્સ વિભાગે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રિજેક્ટ થયેલો અને આરોગ્ય માટે અત્યંત હાનિકારક રુ.1.34 કરોડનો પ્રોટીન પાઉડર ભારતના ગેરકાયદેસર રીતે વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે યુએસની કંપની અને દિલ્હીના ત્રણ સ્થાનિક વેપારીઓ સહિત 5 લોકોને શો કોઝ નોટિસ ફટકારાઈ છે.
FSSAI લેબ ટેસ્ટમાં પ્રોટીન પાઉડર ફેલ
કસ્ટમ્સ વિભાગે લીધેલા સેમ્પલ્સને લેબોરેટરી ટેસ્ટિંગ માટે FSSAI પાસે મોકલાયા હતા. જેમાં તમામ 16 કન્સાઈન્મેન્ટ ફેલ સાબિત થયા હતા. ટેસ્ટ રિપોર્ટમાં ઘણા હાનિકારક ઘટકો મળી આવ્યા હતા. આમાં 18.21 હોરરપ્રી વર્કઆઉટ'માં હેલ્થ માટે હાનિકારક એવો 'ક્વિનોલિન યેલો' કલર વપરાયો હતો, રાઈવર વ્હી 5 એલબીએસ નામના પાઉડરમાં સરકારી મંજૂરી વગરના જિનેટિકલી મોડિફાઇડ ઘટકો મળ્યા હતા. તેમજ વિટામીન એની માત્રા સુરક્ષિત માત્રા કરતાં 3 ગણી અને કેફીનનું પ્રમાણ વધારે મળ્યું હતું.
રુ. 1.02 કરોડની કસ્ટમ્સ ડ્યુટી ચોરી
કસ્ટમ્સની તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર કૌભાંડમાં રુ.1.02 કરોડની કસ્ટમ્સ ડ્યુટી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. અગાઉ 2022માં પણ વેરહાઉસમાંથી રુ.8.18 લાખની કિંમતનો એલ એ વ્હીલ ચોકલેટ અને LA EAAનો માલ પણ ગાયબ હતો. આ કાર્યવાહીથી બચવા માટે કંપનીએ પોલીસને માલ ચોરી થઈ ગયો છે તેવું ખોટું નાટક રચ્યું હતું.
કોની કોની સામે થઈ કાયદેસરની કાર્યવાહી?
- M/s SWG ન્યુટ્રાસ્યુટિકલ્સ (આયાતકાર)
- M/s SSNC ઇન્ટરનેશનલ (ન્યૂ યોર્કની વેરહાઉસિંગ કંપની)
- દિલ્હીના 3 સ્થાનિક વેપારીઓ:
- M/s OSR ઇમ્પેક્સ
- સારા ન્યુટ્રિશન
- ગુરુ કૃપા એન્ટરપ્રાઇઝિસ
અમેરિકા સ્થિત કંપની દ્વારા ઈમેઈલ મારફતે આપવામાં આવેલો ખુલાસો કસ્ટમ્સે અસંતોષકારક ગણાવીને ફગાવી દીધો છે અને તમામ સામે કડક કાનૂની પગલાં ભરવાની તૈયારી કરી છે.
