ગાંધીગ્રામ–પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના 9 ફેરા વધારાયા: 19 ઓગસ્ટથી બુકિંગ શરૂ, પ્રસ્થાન સમયમાં પણ મોટો ફેરફાર

ગાંધીગ્રામ–પ્રયાગરાજ વચ્ચે દોડતી વિશેષ ટ્રેન હવે સપ્ટેમ્બર 2026 સુધી સેવા આપશે. 04111ના સમયમાં ફેરફાર કરાયો છે અને 04112નું ટિકિટ બુકિંગ 19 ઓગસ્ટથી શરુ થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 19 Aug 2026 02:18 AM (IST)Updated: Wed, 19 Aug 2026 02:31 AM (IST)
gandhigramprayagraj-special-train-extended-booking-open

Gandhigram Prayagraj Special Train Extension: પ્રયાગરાજની યાત્રા કરતા મુસાફરો અને શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર મધ્ય રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી ભીડ અને ટિકિટની માંગને ધ્યાનમાં રાખીને ગાંધીગ્રામ–પ્રયાગરાજ–ગાંધીગ્રામ વિશેષ ટ્રેનના ફેરા લંબાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

હવે આ સ્પેશિયલ ટ્રેન સપ્ટેમ્બર 2026 સુધી પોતાના વધારાના ફેરા સાથે દોડશે, જેનાથી યુપી-બિહાર અને કુંભ નગરી તરફ જતા મુસાફરોને મોટો ફાયદો થશે.

ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ–ગાંધીગ્રામ (દ્વિ-સાપ્તાહિક)

જૂની આખરી તારીખ: 29 ઓગસ્ટ 2026

નવો સમયગાળો: 01 સપ્ટેમ્બર 2026 થી 29 સપ્ટેમ્બર 2026

કુલ વધારાના ફેરા: 09 ફેરા

દોડવાના દિવસો: દર શનિવાર અને મંગળવારે

પ્રસ્થાન સમયમાં ફેરફાર

પરિચાલન કારણોસર આ ટ્રેનના ઉપડવાના સમયમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2026થી આ ટ્રેન પ્રયાગરાજથી પોતાના અગાઉના સમય 04:15 કલાકને બદલે સાંજે 04:00 કલાકે રવાના થશે. જોકે, ગાંધીગ્રામ ખાતે પહોંચવાનો સમય બપોરે 03:30 કલાકે યથાવત રાખવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ (દ્વિ-સાપ્તાહિક)

જૂની આખરી તારીખ: 30 ઓગસ્ટ 2026

નવો સમયગાળો: 02 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026

કુલ વધારાના ફેરા: 09 ફેરા

દોડવાના દિવસો: દર રવિવાર અને બુધવારે

ટિકિટ બુકિંગ અંગેની મહત્વની માહિતી

ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા ઈચ્છતા યાત્રીઓ માટે 19 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:00 કલાકથી રેલવેના તમામ પીએસઆર (PRS) કાઉન્ટર્સ તેમજ IRCTCની સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી ઓનલાઈન એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મુસાફરોને વિનંતી છે કે પોતાની મુસાફરીનું આયોજન કરતાં પહેલાં ટ્રેનના બદલાયેલા સમયપત્રકની ખાસ નોંધ લે. વધુ વિગતવાર માહિતી અને સ્ટોપેજ જોવા માટે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અથવા www.enquiry.indianrail.gov.in નો સંપર્ક કરવો.