કચ્છમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો વેગ: ગાંધીધામ-મુન્દ્રા પોર્ટ હાઇવે રુ. 991 કરોડના ખર્ચે 6-લેન બનશે

ગાંધીધામ મુન્દ્રા-નેશનલ હાઈવેને 6 લેન બનાવવા માટે કેન્દ્ર સરકારે રુ.991.118 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 08:47 AM (IST)Updated: Fri, 16 Oct 2026 08:47 AM (IST)
centre-approves-rs-991-crore-to-6-lane-kandla-mundra-port-highway

Kandla–Mundra Port Highway Update: ગાંધીધામ મુન્દ્રા-નેશનલ હાઈવેને 6 લેન બનાવવા માટે કેન્દ્ર સરકારે રુ.991.118 કરોડના બજેટને મંજૂરી આપી દીધી છે. 57.80 કિમી લાંબો આ ફોર-લેન માર્ગ 6 લેન બનવાથી દીનદયાલ પોર્ટ (કંડલા) અને મુંન્દ્રા પોર્ટ વચ્ચે માલવાહક વ્યવહાર વધારે ઝડપી અને સુચારુ બનશે. જે અંગે નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.

કચ્છ જિલ્લામાં બંદરો વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટથી ઉતર ભારત સાથે લોજિસ્ટિક, વેપાર અને ઉદ્યોગ જેવા સેક્ટરોને મોટો લાભ મળશે.

6 લેન હાઈવે પ્રોજેક્ટની વિશેષતાઓ

આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રુ.991. 19 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ હાઈવે પ્રોજેક્ટ ગાંધીનગરથી મુન્દ્રા પોર્ટની કુલ લંબાઈ 57.80 કિમી છે. આ કોરિડોર પર દૈનિક પણે 55 હજારથી વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે. જો હાઇવેનો વિસ્તાર થશે તો મુસાફરી અને ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે, સમગ્ર કામગીરી હાલની ઉપલબ્ધ માર્ગ જમીનની હદમાં જ કરવામાં આવશે.

અંડરપાસ, ફ્લાયઓવર અને બ્રિજનું નિર્માણ

ભારે વાહનો અને બંદરો તરફ જતાં લોજિસ્ટિક ટ્રાફિકને સુગમ બનાવવા માટે હાઇવે પર વિશેષ સુવિધા ઊભી કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ નવા ફ્લાયઓવર અને વાહનો માટે અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે, તેની સાથએ સાથે નાના અને મોટા પુલોનું પુન: નિર્માણ પણ કરવાની યોજના છે. જે અકસ્માત સંભવિત વિસ્તારો છે તેવી જગ્યાઓએ વિશેષ સુરક્ષા પગલાં લેવાશે.

પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને મળશે વેગ

દીનદયાલ પોર્ટ (કંડલા) અને મુન્દ્રા પોર્ટ ઉત્તર ભારતના આયાત-નિકાસ માટે કરોડરજ્જુ સમાન છે. આ માર્ગ પર દરરોજ હજારો ભારે માલવાહક વાહનો પસાર થાય છે. હાઇવે 6-લેન થવાથી અકસ્માતો અટકશે અને માલસામાનની હેરફેર ઝડપી બનશે. પ્રોજેક્ટને મંજૂરી મળતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.