Western Railway: ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

13 ફેબ્રુઆરી, 2025ને ગુરુવારથી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272)નો શુભારંભ કરવામાં આવ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 14 Feb 2025 05:37 PM (IST)Updated: Fri, 14 Feb 2025 05:37 PM (IST)
western-railway-bhavnagar-haridwar-express-train-launched-know-complete-schedule
HIGHLIGHTS
  • કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ટ્રેન સેવા શરુ કરાઈ
  • ભાવનગરથી દર ગુરુવાર ટ્રેન રાતના સમયે ઉપડશે

Western Railway: ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર (પૂર્વ) શ્રીમતી સેજલબેન પંડયા તથા ભાવનગરના મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં 13 ફેબ્રુઆરી, 2025ને ગુરુવારથી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272)નો શુભારંભ કરવામાં આવ્યો છે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર - હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8:20 કલાકે ઉપડશે અને શનિવારે વ્હેલી સવારે 3:40 કલાકે હરિદ્વાર પહોંચાડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19272 હરિદ્વાર - ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર શનિવારે પ્રાતઃ 5:00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચાડશે.

આ પ્રસંગે ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મુસાફરો, સામાન્ય જનતા, મીડિયા પ્રતિનિધિઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારાને લઈને સામાન્ય લોકો અને રેલવે મુસાફરોમાં અનેરો સંતોષ અને ખુશી જોવા મળી હતી.