Unseasonal Ranfall In Bhavnagar Gujarat: કમોસમી વરસાદે લોકો માટે મુશ્કેલી સર્જી છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારી છે. ગઈકાલે ભાવનગરના 10 તાલુકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ઘોઘા અને ગાળિધાર તાલુકમાં નોંધાયો હતો.
હવામાન વિભાગે જાહેર કરલા આંકડા મુજબ ભાવનગરમાં ગઈકાલે પણ 10 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમા ઘોઘા, વલ્લભીપુર, ગાળીયાધાર, ભાવનગર શહેર અને ઉમરાળામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.સૌથી ઓછો વરસાદ જેસર તાલુકમાં નોંધાયો હતો.
તાલુકા પ્રમાણેના આંકડા પર નજર કરીએ
| તાલુકો | કેટલા મીમી વરસાદ (25 મ) |
| ઘોઘા | 27 |
| વલ્લભીપુર | 25 |
| ગાળીયાધાર | 24 |
| ભાવનગર | 23 |
| ઉમરાળા | 21 |
| મહુવા | 15 |
| તળાજા | 12 |
| પાલિતાણા | 11 |
| શિહોર | 7 |
| જેસર | 4 |
નોંઘ- 25.4 મીલીમીટરે એક ઈંચ થાય છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
