Talgajarda Solar Village:મોરારિબાપુ રામકથાઓમાં કહેતા હોય છે કે ‘રામકથા ફક્ત વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી જોઈએ. આ સુત્રને ચરિતાર્થ કરતા મોરારિબાપુ અને ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી લોકોપયોગી કર્યો થતાં રહે છે.
મોરારિબાપુના કેન્દ્રમાં સમાજની છેવાડાની વ્યક્તિ રહે છે. જે વંચિત છે, જે અસક્ષમ છે, જે અભાવગ્રસ્ત છે તેમના તરફ મોરારિબાપુની સંવેદના વિશેષ રહે છે. તેમની રામકથામાં બાપુ સૌને પોતાની આવકનો દસમો હિસ્સો સમાજ માટે છેવાડાની વ્યક્તિ માટે અલગ કરવાની અપીલ કરે છે.થોડા સમય પહેલા સુરતના ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ (શંકર,લાઠી) એ મોરારિબાપુ પાસે એવો ભાવ વ્યક્ત કર્યો કે તલગાજરડા ગામના લોકો માટે મોટી રકમનું અનુદાન આપવું છે.
મોરારિબાપુ એ કહ્યું કે એ રકમમાંથી આપણે સમગ્ર તલગાજરડા ગામમાં સોલાર પેનલ લગાવીએ. આમ તલગાજરડા ગામના વિકાસમાં મોરારિબાપુ અને ચિત્રકૂટધામ દ્વારા વિકાસનું એક નુતન સોપાન શરુ થયું. આજે સમગ્ર ગામમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે જેને કારણે લોકોના વિદ્યુત બીલમાં બહુ મોટો ફર્ક પડવા લાગ્યો છે ! આ કાર્યને પીજીવીસીએલનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ રીતે મોરારિબાપુમાં આશિષ અને શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટના સમાજોપયોગી અભિગમને કારણે ગ્રીન એનર્જી, પર્યાવરણની સુરક્ષા અને સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ બહુ મોટું યોગદાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષો પહેલાં મોરારિબાપુ દ્વારા નિર્મળ ગામ યોજના હેઠળ ઘેર ઘેર શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા. વધતી જતી ગ્રીન હાઉસ ઈફેક્ટને બેલેન્સ કરવા તલગાજરડા ગામના વિવિધ વિસ્તારોમાં 10 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે.
