Bhavnagar: સિહોરમાં વડલાના ઝાડે લટકી પ્રેમીપંખીડાની આત્મહત્યા, બંનેની સગાઇ પણ થઇ ગઇ હોવાની ચર્ચા; આપઘાતનું કારણ અકબંધ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 15 Feb 2023 12:27 PM (IST)Updated: Wed, 15 Feb 2023 12:29 PM (IST)
suicide-of-lovebirds-hanged-from-a-banyan-tree-in-sihore-there-is-talk-that-both-of-them-got-engaged-the-reason-for-the-suicide-remains-intact

Bhavnagar Local News: ભાવનગરના શિહોરમાં સિહોર તાલુકા પંચાયતનાં ગ્રાઉન્ડમાં આવેલા વડલાનાં ઝાડે લટકાઇ પ્રેમી પંખીડાએ આપઘાત વહોરી લેતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના શિહોરમાં સિહોર તાલુકા પંચાયત ગ્રાઉન્ડના માં આવેલ વડલાના ઝાડ નીચે આજે સવારે એક યુવક અને એક યુવતીના મૃતદેહ લટકાયેલા જોવા મળતા આ અંગે શિહોર પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવાન ભાવનગર શહેરના કરચલીયા પરામાં રહેતો હાર્દિક કાળુભાઈ જમોડ ઉં.વ. 21 નામનો કોળી યુવાન હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આજે સવા સવારે બનેલા બનાવતી લોકોના ટોળેટોળા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા મોકલાવાયાં
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંનેના મૃતદેહોને વાલી-વારસદારોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

સગાઈ થઇ હોવાની ચર્ચા
ગામવાસીઓ તરફથી મળતી જાણકારી મુજબ બંનેની સગાઈ થઈ હતી અને લગ્ન પણ લેવાનું હતું. બંનેએ શેનાં કારણે જીવન ટૂંકાવ્યું તે પોલીસ તપાસમાં જ સામે આવશે.