Bhavnagar Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરુ, જાણો ભાવનગર મહાનગરપાલિકામાં કેટલી અનામત બેઠકોની ફાળવણી

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં જણાવ્યા અનુસાર, ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ છે, જેમાં કુલ વસ્તી 6,49,426(વર્ષ 2011 પ્રમાણે) છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Oct 2025 10:00 PM (IST)Updated: Wed, 29 Oct 2025 02:21 PM (IST)
sec-notification-check-the-ward-wise-reservation-for-bhavnagar-municipal-corporation-elections

Bhavnagar Municipal Election 2025: રાજ્ય ચૂંટણી આયોગે ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ આદેશ ભાવનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, પછાતવર્ગો (આ વર્ગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સહિત) તથા સ્ત્રીઓ માટેની અનામત બેઠકો તથા બિનઅનામત સામાન્ય બેઠકોની વારાફરતી ફાળવણી નક્કી કરે છે.

કુલ 35 અનામત બેઠકો, 17 સામાન્ય બેઠકો

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં જણાવ્યા અનુસાર, ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ છે, જેમાં કુલ વસ્તી 6,49,426(વર્ષ 2011 પ્રમાણે) છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 48,855 છે. મહાનગરપાલિકામાં કુલ બેઠકોની સંખ્યા 52 છે, જેમાંથી 26 બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે.

અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 3 છે, જે પૈકી 1 બેઠક અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે અનામત છે. પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 14 છે, જે પૈકી 7 બેઠકો પછાતવર્ગની સ્ત્રીઓ માટે અનામત છે. આમ, કુલ અનામત બેઠકોની સંખ્યા 35 છે, જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા 17 છે.

આ આદેશમાં વોર્ડ વાઇઝ બેઠકોની ફાળવણીની માહિતી પણ આપવામાં આવી છે, જેમાં કયા વોર્ડમાં કઈ કેટેગરીની બેઠક અનામત છે અને કયા વોર્ડમાં સામાન્ય બેઠક છે તેની માહિતી આપવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે) 649426
કુલ વોર્ડની સંખ્યા 13
બેઠકોની સંખ્યા 52
કુલ સ્ત્રી બેઠકો 26
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 3(1 મહિલા અનામત)
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા -
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 14 ( 7 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો 35
સામાન્ય બેઠકો 17

ભાવનગર મહાનગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

વોર્ડ નં વોર્ડની વસતી પ્રથમ બેઠક (મહિલા અનામત) બીજી બેઠક (મહિલા અનામત) ત્રીજી બેઠક ચોથી બેઠક
1 50140 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
2 49512 પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
3 45425 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
4 48831 અ.સૂ. જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
5 54165 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
6 51917 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
7 46632 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
8 45127 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
9 51372 પછાતવર્ગ સામાન્ય અ.સૂ. જાતિ સામાન્ય
10 48603 પછાતવર્ગ સામાન્ય અ.સૂ. જાતિ સામાન્ય
11 48548 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
12 53034 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
13 54020 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
કુલ 648426