Morari Bapu Tribute:દેશનાં વિવિધ રાજ્યો માટે ગત શનિવારનો દિવસ બહુ જ દર્દનાક સાબિત થયો હતો. દેશમાં વિવિધ રાજ્યોમાં દુર્ધટના બની હતી જેમાં 40 લોકોનાં કરુણ મોત નિપજયા છે. કોલકાતામાં દુર્ગા પૂજા નિમિત્તે એકઠાં થયેલાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી પ્રમાણે 19 લોકોનાં દબાઈ જવાથી મોત નિપજયા હતા.
આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાને મોરારિ બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 2,85,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
ગ્વાલિયર દુર્ઘટનામાં શીતળામાના મંદિર બહાર દર્શન કરવા એકઠાં થયેલા લોકો પર એક ટ્રક ફરી વળતાં 13 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા ત્યારે મોરારિ બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે 1,95,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
ગુજરાતમાં પણ અકુદરતી મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે જેમાં ભરુચનાં વાગરા GIDCમાં આવેલા કારખાનામાં બોઈલર ફાટતાં 4 લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ પછી ગાંધીનગરમાં છત્રાલમાં પણ બોઈલર ફાટતાં 4 કામદારોનાં કરુણ મોત નિપજયા હતા. બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા 1,20,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુલ મળીને રુપિયા 6 લાખ ની સહાયતા રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવી છે.
