Morari Bapu Pays Tribute: કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 16 દિકરીને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી, આર્થિક સહાયતાની જાહેરાત કરી

કેન્યાના નકુરુ કાઉન્ટીની એક બોર્ડિંગ સ્કૂલ, ઉતુમિષી ગર્લ્સ એકેડમીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટા સંખ્યામાં વ્યક્તિઓ દાઝી ગયા હતા અને મોટી જાનહાની સર્જાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 30 May 2026 09:56 PM (IST)Updated: Sat, 30 May 2026 09:56 PM (IST)
morari-bapu-pays-tribute-to-16-daughters-who-died-in-fire-accident-in-kenya-announces-financial-assistance

Morari Bapu Pays Tribute:કેન્યામાં વિદ્યાર્થીનીઓની એક શાળાની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 છાત્રાએ જીવ ગુમાવ્યાની જે કરુણ ઘટના સર્જાઈ તેને લઈ જાણીતા કથાકાર મોરારિબાપુએ શોખની લાગણી અનુભવી હતી અને મૃતક દીકરીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મોરારિબાપુએ દરેક મૃતક દીકરીના પરિવારજનોને રૂપિયા 15 હજાર લેખે કૂલ રૂપિયા 2,40,000ની સહાયતાની જાહેરાત કરી છે. આ રકમ કેન્યાના નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડવામાં આવશે.

આ સાથે મોરારી બાપુએ તમામ દિવંગત દીકરીઓના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરારિબાપુની રામકથા અત્યારે કિલ્લારી લાતુર ખાતે ચાલી રહી છે.કેન્યાના નકુરુ કાઉન્ટીની એક બોર્ડિંગ સ્કૂલ, ઉતુમિષી ગર્લ્સ એકેડમીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટા સંખ્યામાં વ્યક્તિઓ દાઝી ગયા હતા અને મોટી જાનહાની સર્જાઈ હતી.