માયાભાઈ આહીરનો બગદાણામાં વિરોધ કેમ? કોળી સમાજના આગેવાનોએ ટ્રસ્ટ સમક્ષ કરી મોટી માંગ

બગદાણા ધામમાં માયાભાઈ આહીરને લઈને વિવાદ સર્જાયો છે. કોળી સમાજના આગેવાનોએ સનાતન સેવા ટ્રસ્ટને 14 મુદ્દાની રજૂઆત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 01:06 PM (IST)Updated: Fri, 13 Nov 2026 01:06 PM (IST)
mayabhai-ahir-bagdana-controversy-koli-community-demand

Mayabhai Ahir Bagdana Controversy: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. બગદાણા ગ્રાજમનો દ્વારા બગદાણા ગુરુઆશ્રમના સનાતન સેવા ટ્રસ્ટના પ્રમુખને એક રજૂઆત કરી છે. જેના લીધે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ્ર રજૂઆતમાં કોળી સમાજના આગેવાનોએ ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યકલાકાર માયાભાઈ આહીરનો ઉલ્લેખ કરીને તેમને સ્ટેજ સંચાલનથી દૂર રાખવાની માંગણી કરી છે. જેના લીધે મોટો વિવાદ ઉભો થયો છે.

માયાભાઈ આહીરના સ્ટેજ સંચાલન સામે વિરોધ?

બગદાણાના ગ્રામવાસીઓ વતી ટ્રસ્ટના પ્રમુખને અપાયેલા આવેદનપત્રમાં ખાસ કરીને માયાભાઈ આહીરને લઈને વિરોધ ઉઠાવાયો છે. રજૂઆતમાં આપેલી વિગત પ્રમાણે, પૂજ્ય બજરંગદાસા બાપાની 50મી પુણ્યતિથિ નિમિત્તે સ્વયંસેવકો દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લામાં વિશેષ સંમેલન સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા. જોકે,બાપાના ધામમાં જ કોઈ સંમેલન નહોતું યોજાયું આથી ગ્રામજનોની ખાસ રજૂઆતને ધ્યાને રાખીને વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં માયાભાઈ આહીરને સ્ટેજ સંચાલન ન સોંપવામાં આવે તેવી માંગણી મૂકાઈ હતી.

બગદાણા ગામના આગેવાનોનો આક્ષેપ

બગદાણા ધામ ખાતે આયોજિત બેઠકમાં ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, ભાવનગરમાં વિખ્યાત ધાર્મિક સ્થાન આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે યોજાતાં કાર્યક્રમોમાં માયાભાઈ આહીરે કયારે પૂજ્ય બજરંગદાસ બાપાનો જયકારો બોલાવ્યો નથઈ. આથી કોળી સમાજના મોટા આગેવાનોએ માયાભાઈને સ્ટેજ સંચાલન ન સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, ટ્રસ્ટ તરફથી કોઈ સ્પષ્ટ ખુલાસો ન મળતાં ગ્રામજનોએ જવાબની માંગણ કરી છે.

14 મુદ્દાઓની માગણીઓ

સમગ્ર બગદાણા ગામના લોકો વતી આશ્રમના વહીવટ અને સ્થાનિક હિતોને ધ્યાને રાખીને મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં બગદાણા આશ્રમના સનાતન સેવા ટ્રસ્ટમાં સ્થાનિક ગ્રામીણો અને ખાસ કોળી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સમાવિષ્ટ કરવા. બગદાણા ધામના ધાર્મિક કાર્યક્રમોમાં માયાભાઈ આહીરને સ્ટેજ સંચાલનની જવાબદારીથી દૂર રાખવા.