Bagdana Controversy: માયાભાઈની માફી, કોળી સમાજ લાલઘૂમથી લઈને SITની રચના સુધી, બગદાણા વિવાદનો સમગ્ર ઘટના ક્રમ એક જ ક્લિકમાં સમજો

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈને મળવા પહોંચેલા ઋષિભારતી બાપુએ ન્યાયની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી. જ્યારે નાગપુરી બાપુએ શિવરાત્રિ સુધીનું અલ્ટિમેટમ આપ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Jan 2026 08:37 PM (IST)Updated: Thu, 08 Jan 2026 08:39 PM (IST)
koli-community-anger-in-over-attack-on-navneetbhai-bagdana-controversy-a-to-z-details-in-one-click
HIGHLIGHTS
  • બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ પર હિચકારો હુમલો થયો હતો
  • નવનીતભાઈ પર હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજની સંડોવણી હોવાનો આક્ષેપ

Bagdana Controversy: છેલ્લા પંદરેક દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યભરમાં બગદાણા આશ્રમના સેવક પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટનાના પડઘા સુરતમાં પડતાં 100થી વધુ કારોના કાફલા સાથે કોળી અગ્રણીઓનો કાફલો ભાવનગર આવી પહોંચ્યો હતો. જ્યાં તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત યુવકની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી.

આ મામલે ઋષિભારતી બાપુએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હકીકતમાં બગદાણા વિવાદ ભાવનગર જિલ્લાના આશ્રમ સાથે જોડાયેલો છે. જેમાં આશ્રમના સેવક અને કોળી આગેવાન નવનીતભાઈ બાલધીયા, લોકકલાકાર માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયરાજ આહીરનું નામ ચર્ચામાં રહ્યા છે. તો ચાલો આ સમગ્ર ઘટનાને 14 મુદ્દા સાથે ટૂંકમાં અને સરળ રીતે સમજીએ…

  • વિવાદની શરૂઆત: હકીકતમાં ગત 24 ડિસેમ્બર, 2025ના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહિરના ડાયરા કાર્યક્રમમાં તેમણે યોગેશ સાગર (મુંબઈના ભાજપ ધારાસભ્ય)ને બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો.
  • હકીકત: જો કે બગદાણા આશ્રમમાં તે સમયે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નહોતા, માત્ર ટ્રસ્ટીઓ હતા.
  • નવનીતભાઈએ ભૂલ તરફ ધ્યાન દોર્યું: આ બાબતે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધીયાએ માયાભાઈ આહીરને ફોન કરીને તેમણે ડાયરામાં કરેલી ભૂલ તરફ ધ્યાન દોર્યું.
  • માયાભાઈ આહીરે માફી માંગી: નવનીતભાઈના ફોન બદ માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારી હતી. આટલું જ નહીં, માયાભાઈએ માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગી હતી અને આ વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો.
  • માયાભાઈનો વીડિયો વાયરલ: નવનીતભાઈએ માયાભાઈ આહીર માફી માંગતા હોય, તે વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થવા લાગ્યો.
  • માયભાઈ આહીરના પુત્ર જયરાજનો ફોન: પિતાનો માફી માંગતો વીડિયો વાયરલ થયાં બાદ માયાભાઈના પુત્ર જયરાજ આહીરે નવનીતભાઈને ફોન કરીને તેમને મળવા બોલાવ્યા.
  • નવનીતભાઈ પર હિચકારો હુમલો: જયરાજ આહીર સાથે ફોન પર વાત થયાના થોડા સમયમાં જ 7 થી 8 અજાણ્યા ઈસમો પાઈપ અને ધોકા વડે નવનીતભાઈ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં નવનીતભાઈ ઈજાગ્રસ્ત થતાં તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
naidunia_image
  • જયરાજ આહીર પર આરોપ: નવનીતભાઈએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો. માયાભાઈની માફીના વીડિયોનો ખાર રાખીને મારા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું.
  • પોલીસ તપાસનો ધમધમાટઃ આ મામલે નવનીતભાઈની ફરિયાદના આધારે પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા. જો કે પ્રારંભિક તપાસમાં માયાભાઈ કે તેમના પુત્ર જયરાજની સંડોવણીના કોઈ પુરાવા ના મળ્યા.
  • જયરાજ આહીરની સ્પષ્ટતા: બીજી તરફ માયાભાઈ આહીરના પુત્ર જયરાજે સ્પષ્ટતા કરી હતી. નવનીતભાઈએ સસ્તી પ્રસિદ્ધિ અને સ્વાર્થ માટે પોતાના પરિવારનું નામ જોડ્યું હોવાનો જયરાજનો આક્ષેપ.
  • કોળી સમાજ લાલઘૂમ: આ ઘટનાને પગલે કોળી સમાજ રોષે ભરાયો હતો. ભાજપના ધારાસભ્યો, સાંસદો સહિત કોળી સમાજના આગેવાનો એક પછી એક હોસ્પિટલ પહોંચ્યા હતા અને નવનીતભાઈના ખબરઅંતર પૂછ્યા હતા. આ સાથે જ નવનીતભાઈને ન્યાયની માંગ કરી હતી.
  • પોલીસ અધિકારીની બદલી: કોળી સમાજના આક્રોશને પગલે રાજકારણ ગરમાતા જિલ્લા પોલીસ વડાએ ખાતાકીય કારણ દર્શાવીને તાત્કાલિક બગદાણા PI ડી.વી. ડાંગરની બદલી કરીને તેમને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.
  • જયરાજ આહીરનો જૂનો વીડિયો: PI ડીવી ડાંગરની બદલી બાદ મહુવા ટાઉન PI કેસની તપાસ કરી રહ્યા હતા, ત્યારે જ આરોપીઓનો માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથેનો જૂનો કથિત વીડિયો વાયરલ થવા લાગ્યો હતો.
naidunia_image
  • SITની રચના: આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને પીડિતને ન્યાય મળે, તે માટે કોળી અગ્રણીઓ મુખ્યમંત્રીને ળ્યા હતા. જેના પગલે IPS જયવીર ગઢવીની અધ્યક્ષતામાં 5 સભ્યોની SITની રચના કરવામાં આવી હતી.
  • સુરતમાં પડઘા: આ ઘટનાના પડઘા સુરત પણ પડ્યા હતા. સુરતથી કોળી સમાજના અગ્રણીઓ 100થી વધુ કારોના કાફલા સાથે ભાવનગર આવી પહોંચ્યા હતા. જ્યાંથી ઋષિભારતી બાપુની આગેવાનીમાં હોસ્પિટલમાં દાખલ નવનીતભાઈને મળવા ગયા હતા.
  • શિવરાત્રિ સુધીનું અલ્ટિમેટમ: ઋષિભારતી બાપુ સાથે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવેલા બનાસકાંઠાના નાગપુરી બાપુએ મહાશિવરાત્રિ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં નવનીતભાઈને ન્યાય નહીં મળે, તો ગુજરાત બંધ અને પછી ભારત બંધ રાખવામાં આવશે.