Bhavnagar Water Supply Cut: ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા મહી-પરીએજ (GWIL) નાવડા હેડવર્કસ ખાતે NC-28 પાઈપલાઈનની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમારકામ કામગીરીના કારણે 12 સપ્ટેમ્બર, શનિવાર અને 13 સપ્ટેમ્બર, રવિવારના રોજ તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત 20 ટકા વિસ્તારમાં પાણી પુરવઠો આંશિક અથવા સંપૂર્ણપણે બંધ રહેશે.
12 સપ્ટેમ્બરના રોજ પાણી કાપ ધરાવતા વિસ્તારો
12 સપ્ટેમ્બર, શનિવારના રોજ શહેરના વિવિધ ESR આધારિત વિસ્તારમાં અલગ-અલગ સમયે પાણી પુરવઠો બંધ રહેશે.
દિલબહાર ESR (સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી)
કાળીયાબીડ-ડી, સાગવાડી-કેસરિયા હનુમાન અને આજુબાજુના વિસ્તારો, રામનગર, અવનગર, વિદ્યાપીઠ સ્કૂલવાળો રોડ વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
વર્ધમાનનગર ESR (સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી)
મહાવીરનગર, દેવરાજ નગર, ભાગ્યોદય, માલધારી, જલારામ, કામિનીયા નગર, શિક્ષક સોસાયટી, અધેવાડા ગામ, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી, તળાજા રોડ, શેત્રુંજી રેસિડેન્શિયલ 1-2-3-4 અને તખતેશ્વર હાઇટ્સ વિસ્તારોમાં પાણી કાપ રહેશે.
13 સપ્ટેમ્બરના રોજ પાણી કાપ ધરાવતા વિસ્તારો
13 સપ્ટેમ્બર, રવિવારના રોજ પણ સમારકામની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.
વર્ધમાનનગર ESR (સવારે 4 વાગ્યાથી સાંજે 9:30 વાગ્યા સુધી)
શ્રીનાથજીનગર 1-2-3, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, શિવ સૃષ્ટિ સોસાયટી, રિંગ રોડ આજુબાજુનો વિસ્તાર, હરિઓમ નગર, ક્રિષ્ના પાર્ક, લાલ પાર્ક અને બે માળીયા-સિંગલીયા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
બાલયોગીનગર ESR (સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી)
ગાયત્રીનગર, સમર્પણ, ધાવડીમાતાવાળો ખાંચો, અભિલેષ સર્કલ, પંચવટી, ઘોઘા રોડ, સુમેરુ ટાઉનશિપ, કૃણાલ સોસાયટી, લક્ષ્મીનગર, સોમનાથ રેસિડેન્સી, શીતળા માતા મંદિર આસપાસનો વિસ્તાર, પીપળ સોસાયટી, રૂવા ગામ અને અકવાડા ગામ વગેરે વિસ્તારોમાં પાણી કાપ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકો જોગ ખાસ અપીલ
ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તરસમીયા ફિલ્ટર આધારિત અન્ય તમામ વિસ્તારો તથા શહેરના બાકીના વિસ્તારોમાં પાણી સપ્લાય નિયમિતપણે શરૂ રહેશે. આ ઉપરાંત, પાણી કાપથી અસરગ્રસ્ત થનારા વિસ્તારનાનાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
