Bhavnagar Suicide Case: ભાવનગરના સરતાનપર બંદરમાં 13 વર્ષના કિશોરનું મોત, તળાજા પંથકમાં ચકચાર

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં એક 13 વર્ષીય માસૂમ બાળકે સીમમાં જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 05 Oct 2026 11:49 AM (IST)Updated: Mon, 05 Oct 2026 11:49 AM (IST)
bhavnagar-suicide-case-13-year-old-boy-dies-by-hanging-in-sartanpar-bandar-talaja-taluka

Bhavnagar Suicide Case: ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં એક 13 વર્ષીય માસૂમ બાળકે સીમમાં જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. 13 વર્ષના માસૂમ બાળકે સીમમાં જઈને કેમ આત્મહત્યા કરી તેની પાછળનું રહસ્ય ઘેરાયું છે. આત્મહત્યા પાછળનું કારણ શું છે તે અકબંધ છે. જ્યારે ઘટનાની જાણ થઈ તો બાળકના પરિવારમાં અફરાતફરી અને શોકનો માહોલ સર્જાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે, તળાજાના સરતાનપર બંદર નામના ગામમાં બારૈયા પરિવારનો 13 વર્ષીય દિકરો વિક્રમ મહરીભાઈ બારૈયા તેના ઘરેથી અંદાજે બે કિમી દૂર જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બાળકે આત્મઘાતી પગલું ભરી લેતાં તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. 13 વર્ષીય બાળકે કેમ આત્મહત્યા કરી તે અંગે ગ્રામજનોમાં ચર્ચા શરુ થઈ છે.

બાળકને હોસ્પિટલે ખસેડાતાં તેને ફરજ પરના તબીબે તપાસ્યો હતો,. પરંતુ બાળકને તપાસતાં તેને મૃત જાહેર કર્યો હતો. સરતાનપર બંદર જેવા નાના ગામમાં એક 13 વર્ષના બાળકે આપઘાત કરી લેતાં ગામ અને પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. ખાસ કરીને બાળકના અચાનક મોતથી તેના માતા-પિતા પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

બાળકના આપઘાતની જાણ થતાં તળાજા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તળાજા પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, 13 વર્ષના વિક્રમ બારૈયાએ કેમ આપઘાત કર્યો તે અંગે કોઈ સચોટ અને ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને જરુરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી દેવાયો છે.