Bhavnagar News: આજના અત્યાધુનિક જમાનામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના લીધે લોકોનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. નાણાકીય વ્યવહારોની સાથે સાથે આરોગ્ય સેવાઓમાં પણ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે. ત્યારે દર્દીઓને આરોગ્ય સેવાઓમાં સરળતા રહે અને ધક્કામાંથી મુક્તિ મળે તે દિશામાં સરકાર દ્વારા મોટું પગલું લેવાયું છે. ભાવનગર અને બોટાદ જિલ્લામાં AI સંચાલિત હેલ્થ એટીએમ (હેલ્થ કિઓસ્ક) મૂકાયા છે. જેથી દર્દીઓને લેબોરેટરીના ધક્કામાંથી છુટકારો મળશે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સ્થાનિક સાંસદ નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના સીએસઆર ફંડ અને દેવ ફાઉન્ડેશનના સહયોગથી આ સુવિધા શરુ કરાઈ છે.
હેલ્થ એટીએમની વિશેષતાઓ
આ વિશેષ એટીએમની ખાસિયતોની વાત કરીએ તો, સામાન્યપણે રિપોર્ટ આવવામાં 24 કલાકનો સમય લાગતો હોય છે. આ એટીએમમાં ટેસ્ટ માત્ર 20થી 22 મિનિટમાં તૈયાર થઈ જશે, ખાનગી લેબોરેટરીમાં 3 હજારથી વધારે ટેસ્ટનો ખર્ચ થાય જે સામાન્ય અને ગરિબ લોકોને પરવડે નહીં.પરંચુ અહીં બિલકુલ મફત થશે, એક જ મશીનમાં લિપિડ પ્રોફાઈલ, બ્લડ રિપોર્ટ અનને યુરિક એસિડ સહિતના 60 જેટલા ટેસ્ટ કરી શકાશે.
દરિદીઓનો મોબાઈલ નંબર એન્ટર કરતાં રિપોર્ટ તેમનાં વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે, રિપોર્ટનું એઆઈ દ્વારા ત્વરિત એનાલિસિસ થશે અને જરુર પડે વીડિયો કોન્ફરન્સિગ દ્વારા ડોક્ટર સાથે સીધી વાતચીત કરીને વધુ સારવાર અંગે માર્ગદર્શન મેળવી શકાશે. આ સુવિધાથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખૂબ જ લાભ થશે.
શું કહ્યું કેન્દ્રીય રાજ્યમંત્રીએ?
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'વિકસિત ભારત'ના વિઝન અંતર્ગત આ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ મશીન મુકાયા છે. આ સુવિધાથી ભાવનગર અને બોટાદના પછાત તથા ગ્રામીણ વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ ઝડપી અને સચોટ નિદાન મળશે.
કયા કયા મુકાશે હેલ્થ ATM?
ભાવનગર અને બોટાદ જિલ્લાની કુલ 10 જગ્યાઓ પર આ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જ્યાં ભાવનગર શહેરમાં કુંભારવાડા PHC, શિવાજી સર્કલ PHC, આણંદનગર PHC, કરચલીયા પરા PHC અને ભાવનગર જિલ્લામાં પીથલપુર PHC, કોળીયાક CHC, પાલીતાણા UPHC, સરતાનપર બંદર PHC આની સાથે સાથે બોટાદ જિલ્લામાં બોટાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (DH) અને ગઢડા CHCમાં હેલ્થ એટીએમ મૂકવાની યોજના છે.
