ભાવનગર પોલીસમાં મોટો ફેરફાર: LCB અને SOG સહિત 26 કર્મચારીઓની કરાઈ આંતરિક બદલી

વનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગમાં આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા નિલેશ પાંડેયના આદેશથી કુલ 26 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે, જેમાં LCB અને SOGના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 07:44 AM (IST)Updated: Fri, 16 Oct 2026 07:44 AM (IST)
bhavnagar-police-transfer-26-personnel-after-hooch-tragedy

Bhavnagar Police Transfer: ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ લાંબા સમયથી ભાવનગર પોલીસબેડામાં ચાલી રહેલી પોલીસ કર્મચારીઓની બદલીની ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આની વચ્ચે જિલ્લા પોલીસ વડા નિલેશ પાંડેયએ મોટાપાયે ફેરબદલના ઓર્ડર આપ્યા છે.

26 પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી

શહેરમાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં ઝેરી દારુના સેવનથી 14 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરી હતી. જ્યારે જેના આધારે ભાવનગર પોલીસના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરાઈ. નિવેદનો લેવામાં આવ્યા હતા. જેથી હવે જિલ્લા પોલીસ વડાએ બદલીનો આદેશ આપતાં પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરુ થઈ છે.

આ બદલીમાં જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈની એક સાથે 19 કર્મચારીઓની બદલીના આદેશ અપાયા છે. જ્યારે એલસીબીના ચાર કર્મચારીઓ અને એસઓજીના 3 પોલીસ કર્મચારીઓનો પણ આ ફેરબદલમાં સમાવેશ થાય છે.

પોલીસ કર્મચારીઓ નામ / હોદ્દો / બ.નં. હાલનું પો.સ્ટે./શાખા/કચેરી
બદલી થયેલ પો.સ્ટે./શાખા/કચેરી
પ્રધ્યુમનસિંહ ગિરવાનસિંહ અના.પો.કો. બ.નં.1090 ગંગાજળીયા પાલીતાણા ટાઉન
ઓમદેવસિંહ વિનુભા અના.એ.એસ.આઇ. બ.નં.963 બોરતળાવ ગારીયાધાર
હિરણભાઈ બાલુભાઈ અના.એ.એસ.આઇ. બ.નં.1247 ભરતનગર જેસર
રૂષભભાઈ પોપટભાઈ આ.પો.કો. બ.નં.166 ગારીયાધાર ભરતનગર
તિરૂપસિંહ જીતુભા અના.એ.એસ.આઇ. બ.નં.1151 જેસર નિલમબાગ
યુવરાજસિંહ ભૂરુભા અના.હે.કો. બ.નં.1734 પાલીતાણા ટાઉન વેળાવદર ભાલ
યુવરાજસિંહ બેસુભા આ.પો.કો. બ.નં.634 વલ્લભીપુર મોટા ખોટવડા
જગદિશસિંહ કનકસિંહ આ.ડા.પો.કો. બ.નં.95 ઉમરાળા બગદાણા
રાજેન્દ્રસિંહ જેસીંગભાઇ અના.હે.કો. બ.નં.871 શિહોર મહુવા ટાઉન
તરુણભાઈ ચંપકભાઈ આ.હે.કો. બ.નં.280 સોનગઢ મહુવા ટાઉન
ભગીરથસિંહ લાલુભા અના.હે.કો. બ.નં.1158 ઘોઘા વલ્લભીપુર
પ્રદિપસિંહ બયુભા આ.ડા.હે.કો. બ.નં.309 વેળાવદર ભાલ મહુવા ગ્રામ્ય
દિનેશભાઈ જીલુભાઈ અના.એ.એસ.આઇ. બ.નં.1133 તળાજા ઉમરાળા
દિવ્વીજયસિંહ સહદેવસિંહ આ.પો.કો. બ.નં.717 દાઠા નિલમબાગ
રણજીતભાઈ વાઘજીભાઈ અના.હે.કો. બ.નં.1331 મહુવા ટાઉન વેળાવદર ભાલ
ઓમદેવસિંહ અનિરૂધ્ધસિંહ આ.પો.કો. બ.નં.126 અલંગ મરીન ભરતનગર
અશોકકુમાર કાંતિલાલ અના.હે.કો. બ.નં.1729 મોટા ખોટવડા શિહોર
ધનસુખભાઈ ગોરધનભાઈ અના.પો.કો. બ.નં.1653 બગદાણા વરતેજ
ચંદ્રસિંહ ધનશ્યામસિંહ અના.હે.કો. બ.નં.1467 મહુવા ગ્રામ્ય ગંગાજળીયા

 LCB અને SOG શાખામાંથી બદલી પામેલા 7 કર્મચારીઓ

પોલીસ કર્મચારીઓ નામ / હોદ્દો / બ.નં. હાલનું પો.સ્ટે./શાખા/કચેરી
બદલી થયેલ પો.સ્ટે./શાખા/કચેરી
વિરેન્દ્રસિંહ બાબુભા અના.એ.એસ.આઇ. બ.નં.૧૫૦૪ એલ.સી.બી. ભરતનગર
વનરાજભાઈ ભાલુભાઈ અના.એ.એસ.આઇ. બ.નં.૧૪૨૯ એલ.સી.બી. વરતેજ
જયદાનભાઈ અજુભાઈ અના.હે.કો. બ.નં.૧૨૪૨ એલ.સી.બી. દાઠા
ફાલ્ગુનસિંહ ધર્મેન્દ્રસિંહ અના.પો.કો. બ.નં.૧૭૩૪ એલ.સી.બી. દાઠા
મહાવીરસિંહ દિલીપસિંહ અના.એ.એસ.આઇ. બ.નં.૧૨૨૦ એસ.ઓ.જી. નિલમબાગ
જયવીરસિંહ વિક્રમસિંહ અના.હે.કો બ.નં.૮૫૩ એસ.ઓ.જી. નિલમબાગ
ઘનશ્યામભાઈ રાયમલભાઈ અના.પો.કો બ.નં ૧૮૧૭ એસ.ઓ.જી. શિહોર