ભાવનગરવાસીઓ માટે ખુશખબર, વધુ 25 નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ; શહેરના અંતરિયાળ વિસ્તારો જોડાશે

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ લીલી ઝંડી બતાવી ઈ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 13 Jun 2026 10:18 AM (IST)Updated: Sat, 13 Jun 2026 10:18 AM (IST)
bhavnagar-pm-e-bus-service-for-city-area-launch-by-jitu-vaghani

Bhavnagar PM E-Bus Service: ભાવનગર શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં મુસાફરીને આસાન બનાવવાના ઉદ્દેશ્યથી વધુ 25 નવી PM ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

કુંભારવાડા ખાતેથી ઈ-બસ સેવાનો પ્રારંભ

આ નવી PM ઈ-બસ સેવાનો પ્રારંભ કુંભારવાડા ખાતે આવેલા શીતળા માતાજીના મંદિર પાસેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું અને પોતે પણ બસમાં મુસાફરી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

naidunia_image

ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેર પર ફોકસ

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ હાલતમાં હતી. આ સેવાને પુનઃ શરૂ કરવા માટે ભાવનગર મનપાએ  બે મહિના પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 100 બસોમાંથી પ્રથમ તબક્કાની 50 જેટલી PM ઈ-બસો સાથે પ્રારંભ કર્યો હતો. જોકે, શરૂઆતમાં આ બસોનો લાભ શહેરના લોકોને મળવાને બદલે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ ફાળવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.

E-બેસ સેવાનું ભાડું કેટલું?

કિમી ભાડું (રૂપિયા)
0-3 5
3-5 10
5-8 15
8 સુધી 20
ઈ-બસ સેવાનું કિલોમીટર મુજબ ભાડું

જોકે, હવે ભાવનગર મહાનગરપાલિકાએ બીજા તબક્કામાં આવેલી આ તમામ 25 નવી ઈ-બસોને માત્ર શહેરના અંતરિયાળ અને મુખ્ય વિસ્તારોમાં જ દોડાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: દ્વારકા–ભીમરાણા રેલવે સેક્શનમાં કામગીરી, પશ્ચિમ રેલવેની આ ટ્રેનો પ્રભાવિત, મુસાફરો માટે ખાસ સૂચના

બમણો ફાયદો: આર્થિક રાહત અને પ્રદૂષણ મુક્તિ

આ નવી 25 બસો શરૂ થવાથી ભાવનગર શહેરના અંતરિયાળ વિસ્તારો હવે સીધા જાહેર પરિવહન સેવા સાથે જોડાઈ જશે. આ બસો ઈલેક્ટ્રિક હોવાના કારણે શહેરમાં વાયુ અને અવાજનું પ્રદૂષણ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

આ સુવિધાથી રોજિંદી અવરજવર કરતા હજારો મુસાફરોને સરળતા રહેશે અને ખાનગી વાહનો તથા રીક્ષાના સતત વધતા ભાડાના ખર્ચમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટી આર્થિક રાહત મળશે.