BMC Elections 2026: ભાવનગરમાં 26મી એપ્રિલે મતદાન, 4 લાખથી વધુ વોટર્સ ઘડશે ઉમેદવારોનું ભાવિ, જાણો કોંગ્રેસ-આપના ઉમેદવારોના નામ

ભાજપ દ્વારા પણ એકાદ-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. આગામી 26 એપ્રિલના રોજ ભાવનગર મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 08 Apr 2026 06:41 PM (IST)Updated: Wed, 08 Apr 2026 06:41 PM (IST)
bhavnagar-municipal-corporation-elections-2026-over-4-lakh-voters-to-cast-votes-in-bhavnagar-bmc-polls-on-april-26

Bhavnagar Municipal Corporation Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની તારીખો જાહેર થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદી તાજેતરમાં જારી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા પણ એકાદ-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવી શકે છે. આગામી 26 એપ્રિલના રોજ ભાવનગર મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જેમાં 4 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત તૈયારીઓ અને આચારસંહિતાની કડક અમલવારી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વોર્ડ પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 ચિત્રા ફુલસર નારી 20250 18179 38429
2 કુંભારવાડા 14333 12845 27178
3 વડવા-બ 18087 16524 34611
4 કરચલીયા પરા 19073 19153 38226
5 કૃષ્ણનગર ઉત્તર – રૂવા 17947 17059 35006
6 પીરછલ્લા 18787 18158 36945
7 તખ્તેશ્વર 16698 16354 33052
8 વડવા –અ 12765 12190 24955
9 બોર તળાવ 17418 15750 33168
10 કાળવીબીડ - સીદસર - અધેવાડા 20915 19584 40499
11 સરદારનગર દક્ષિણ – અધેવાડા 16845 15692 32537
12 સરદારનગર ઉત્તર – તરસમીયા 20622 19680 40302
13 ઘોઘા સર્કલ – અકવાડા 22177 21291 43468

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોર્ડ નંબર કોંગ્રેસ આમ આદમી પાર્ટી
વોર્ડ -1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલ પરમાર બાલાભાઈ સાદુળભાઈ
વોર્ડ -1 કાન્તીભાઈ બી. ગોહિલ સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા
વોર્ડ -1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા અલગૌતર હીરાબેન હમાભાઈ
વોર્ડ -1 ---- પરમાર ઈલાબેન જયેશભાઈ
વોર્ડ -2 કિશનભાઈ બળવંતભાઈ મેર ઝાપડિયા હેતલબેન મહેશભાઈ
વોર્ડ -2 ---- મુકેશભાઈ ટપુભાઈ મેટાળીયા
વોર્ડ -2 ---- ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ
વોર્ડ -2 ---- મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ
વોર્ડ -3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી જુનેજા તોસીફ રફીકભાઈ
વોર્ડ -3 ---- હર્ષદીપસિંહ યાદેજા
વોર્ડ -3 ---- જ્યોતિ બેન સાપરા
વોર્ડ -3 ---- ચાવડા રસીલાબેન
વોર્ડ -4 રેખાબેન હરેશભાઈ સરધારા રાઠોડ ગીતાબા દિલુભા
વોર્ડ -4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ
વોર્ડ -5 જસુબેન આનંદભાઈ બારૈયા રાઠોડ ચંદુભાઈ
વોર્ડ -5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખર ભાવના ત્રિવેદી
વોર્ડ -5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા રેસ્માબેન શેખ
વોર્ડ -5 ---- શબનમ પરમાર
વોર્ડ -6 ---- સલીમભાઈ આદમભાઈ મહેતા
વોર્ડ -7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયા કલોત્રા સુનિલભાઈ રમેશભાઈ
વોર્ડ -7 અનવરખાન રહીમખાન પઠાણ -----
વોર્ડ -8 સોનલબેન ચંદનભાઈ પટેલ બીનાબેન ચૌહાણ
વોર્ડ -8 હેતલબેન ભાવિનભાઈ કાછડીયા મલદા જુબેર એમ. મલદા
વોર્ડ -9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલ ધવલ અંઝારા
વોર્ડ -9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણી રેખાબેન મકવાણા
વોર્ડ -9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ સરવૈયા
વોર્ડ -10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલ તેજાની સુધીરભાઈ પોપટભાઈ
વોર્ડ -10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ ચૌહાણ સેજલબેન પ્રદિપભાઈ
વોર્ડ -11 ---- સરવૈયા હરેશ વિઠ્ઠલભાઈ
વોર્ડ -11 ---- મનીષા વિજય હિરાણી
વોર્ડ -11 ---- પ્રેરણા રામૈયા
વોર્ડ -11 ---- અશ્વિન સિહોર
વોર્ડ -12 મકવાણા નયનાબેન અશોકભાઈ જાગૃતિ બેન
વોર્ડ -12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલ -----
વોર્ડ -12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા -----
વોર્ડ -13 રેખાબેન ધરમશીભાઈ ગોહેલ સંજય ભાઈ
વોર્ડ -13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલ માયાબેન
વોર્ડ -13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ ઘાસિયા જયદીપ
વોર્ડ -13 ---- વાલા કૈલાસબા

ભાવનગર મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ(Bhavnagar Municipal Corporation election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026