Bhavnagar Murder News: ભાવનગર જિલ્લામાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. જ્યાં અજાણ્યા આરોપીએ યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકીને મારી નાખીને તેની નગ્ન અવસ્થામાં મૃતદેહ શહેરના ઉખરલા-માળનાથ રોડ પર ફેકી દીધો હતો. જે મામલે મરણ જનારાં યુવકના ભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, ખડસલીયા ગામના રહેવાસી દીપક ડાભીએ પોતાના નાના ભાઈ મુન્ના ડાભીની હત્યાની ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે,દીપક ડાભી તેમના ભાઈ સાથે 24 ઓક્ટોબરના રોજ ભાવનગર શહેરમાં એક મકાનમાં પ્લમ્બિંગનું કામકાજ કરી રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના ભાઈને મકાનમાં પ્લંમ્બિંગની કામગીરી સમજાવીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોતાના ભાઈને કોલ કર્યો પણ મુન્નાએ ફોન ઉપાડ્યો નહોતો.
આ પણ વાંચો
બીજા દીવસે એટલે કે, 25 ઓક્ટોબરે મુન્ના ડાભીની લાશ ઈજાગ્રસ્ત હાલતમાં ઉખરલા-માળનાથ રોડ પર મળી આ્યાની જાણ પરિવારજનોને કરાતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાઓ પહોંચાડેલી હાલતમાં યુવકની લાશ રોડની સાઈડ પર પડી હતી. જ્યાં ઝાડી ઝાંખરામાં મોટરસાયકલ પણ મળી આવી હતી.
ઘટનાની જાણ થતાં એલસીબી અને વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યારા સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે.
