KBC 18: સર્કસવાળા ખરીદવા માંગતા હતા, આજે 3 ફૂટના ડો. ગણેશ બારૈયા KBC હોટ સીટ પર ચમક્યા

ભાવનગરના ડૉ. ગણેશ બારૈયા KBC 18 માં અમિતાભ બચ્ચન સામે હોટસીટ સુધી પહોંચ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 17 Aug 2026 08:30 AM (IST)Updated: Mon, 17 Aug 2026 08:30 AM (IST)
bhavnagar-dr-ganesh-baraiya-on-kbc-18-with-amitabh-bachchan-shortest-doctor
Dr. Ganesh Baraiya on KBC 18

Bhavnagar Dr. Ganesh Baraiya on KBC 18: અમિતાભ બચ્ચનના સુપ્રસિદ્ધ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC 18) માં ભાવનગરના ગોરખી ગામના ડૉ. ગણેશ બારૈયાએ હોટ સીટ પર પહોંચીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 12 ઓગસ્ટ, 2026 ના રોજ પ્રસારિત થયેલા આ એપિસોડમાં વિશ્વના સૌથી ઓછી 3 ફૂટ ઊંચાઈ ધરાવતા ડોક્ટરની સંઘર્ષગાથા સાંભળીને ખુદ બિગ બી અને પ્રેક્ષકો દંગ રહી ગયા હતા.

સર્કસની ઓફર સામે પિતાનો મક્કમ નિર્ણય

ડૉ. ગણેશ બારૈયાએ શો દરમિયાન તેમના જીવનનો અત્યંત ભાવનાત્મક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેમના ગામમાં આવેલા સર્કસના કલાકારોએ તેમના ખેડૂત પિતાને ગણેશને સર્કસમાં આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની ઓફર કરી હતી. જોકે, ગરીબી હોવા છતાં પિતાએ પૈસા લેવાનો ઈનકાર કર્યો અને પુત્રના શિક્ષણને પ્રાથમિકતા આપી, જેના કારણે આજે તેઓ ડોક્ટર બની શક્યા છે.

વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર

અમિતાભ બચ્ચને ગર્વ સાથે ડૉ. ગણેશ બારૈયાનો પરિચય કરાવતા કહ્યું હતું કે, તેઓ વિશ્વના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા અને સૌથી ઓછું વજન ધરાવતા ડોક્ટર છે. વર્ષ 2019 માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર ગણેશ હાલમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકે સેવા આપી રહ્યા છે. 

KBC માં પસંદગી અને ક્યાં સુધી પહોંચ્યા?

ડૉ. ગણેશ 'ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ' રાઉન્ડ જીતીને હોટ સીટ પર પહોંચ્યા અને શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ 3 લાખના નવમા પ્રશ્ન પર તેઓ અટકી ગયા હતા. સવાલ ભારતીય સ્મારકો (લાલ કિલ્લો, તાજમહેલ, ચારમિનાર અને મીનાક્ષી મંદિર) પૈકી કેટલા સ્મારકો ગુજરાતની ઉત્તરમાં છે તે વિશે હતો. લાઈફલાઈનો ખતમ થઈ ગઈ હોવાથી તેમણે ત્રીજો વિકલ્પ પસંદ કર્યો, જ્યારે સાચો જવાબ બીજો હતો. આ ભૂલને કારણે તેઓ 25,000 રૂપિયા જીતીને પરત ફર્યા હતા.

સોશિયલ મીડિયા થકી મળ્યું હતું આમંત્રણ 

ડૉ. ગણેશના મેન્ટર ડૉ. યશ દવેએ જણાવ્યું કે, ગણેશના સામાજિક અને સેવાકીય કાર્યની નોંધ લઈને KBC ટીમેસોશિયલ મીડિયા દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો. જુલાઈ મહિનામાં ઈન્ટરવ્યૂ અને શૂટિંગ બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં મુંબઈ ફિલ્મ સિટી ખાતે આ એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ભલે ગણેશ મોટી રકમ ન જીત્યા, પરંતુ તેમનાસંઘર્ષ અને સફળતાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે.