ભાવનગરનું ગૌરવ જાનવી બારૈયા, આંતરરાષ્ટ્રીય એરોસ્પેસ ટીમમાં મેળવ્યું સ્થાન; ભારતની એકમાત્ર એરોસ્પેસ એન્જિનિયર બની

જાનવી બારૈયાને વાર્ષિક રૂપિયા 85 લાખના શાનદાર પેકેજ સાથે મહત્વની જવાબદારી મળી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 07 Sep 2026 09:47 AM (IST)Updated: Mon, 07 Sep 2026 09:47 AM (IST)
bhavnagar-aerospace-engineer-janvi-baraiya-in-uk-safran-company
Aerospace Engineer Janvi Baraiya

Bhavnagar Aerospace Engineer Janvi Baraiya: ભાવનગરની દિકરી જાનવી બારૈયાએ નાની ઉંમરે યુકેની અદ્યતન એરોસ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સિનિયર એરોસ્પેસ એન્જિનિયર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ આંતરરાષ્ટ્રીય એરોસ્પેસ ટીમમાં જાનવી એકમાત્ર ભારતીય સભ્ય છે. તે વાર્ષિક રૂપિયા 85 લાખના શાનદાર પેકેજ સાથે અત્યંત મહત્વપૂર્ણ ટેક્નિકલ જવાબદારી નિભાવી રહી છે.

નવી પેઢીની વિમાન ટેક્નોલોજીમાં ટેકનિકલ લીડ

હાલમાં જાનવી એરબસ એ-380 (Airbus A380) તથા બિઝનેસ જેટ એરક્રાફ્ટ માટે વિકસાવવામાં આવી રહેલી નવી પેઢીની રોટર એસેમ્બલી અને ઇનોવેટિવ એન્જિન પાવર જનરેટર ટેક્નોલોજીપ્રોજેક્ટમાંટેકનિકલ લીડ તરીકે કાર્યરત છે. આ અત્યંત મહત્વકાંક્ષીપ્રોજેક્ટને વર્ષ 2030 સુધીમાં નવી પેઢીની એરોસ્પેસ ટેક્નોલોજીના અત્યંત મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

200 કરોડનું રોકાણ અને UK સરકારનું સમર્થન

UK સરકારના સમર્થન સાથે વિશ્વની અગ્રણી એરોસ્પેસ કંપની સફ્રાન (Safran) સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટમાં આશરે 25 મિલિયન અમેરિકન ડોલર એટલે અંદાજે 200 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અત્યાધુનિક એરોસ્પેસ ટેક્નોલોજીના સફળ વિકાસમાં જાનવી પોતાની અસાધારણ પ્રતિભા, ટેક્નિકલ કુશળતા અને અનુભવ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

ત્રીજી પેઢીની અનોખી સફર: 'માટીથી આકાશ સુધી'

દિકરીની આ સફળતા પાછળ તેના પરિવારની ત્રણ પેઢીનો સંઘર્ષ રહેલો છે. બારૈયા પરિવાર છેલ્લા ત્રણ પેઢીઓથી હોર્ટિકલ્ચર અને નર્સરીના વ્યવસાય સાથે જોડાયેલો છે. જાનવીના દાદા-દાદી સ્વ. હરજીભાઈ બારૈયા અને સ્વ. સમજીબેન બારૈયાએ બાગાયત ક્ષેત્રે આ સફરની શરૂઆત કરી હતી. જે પરિવારે માટી સાથે જોડાઈને છોડ ઉછેર્યા, આજે એ જ પરિવારની દીકરી આકાશમાં ઊડતાં અદ્યતન વિમાન અને નવી પેઢીની એન્જિન ટેક્નોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.