દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અનેકવાર આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં હાજરી આપતા હોય છે. તાજેતરમાં જ તેમણે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. જેમાં તેમણે વરરાજાને ખભા પર બેસાડીને ડાન્સ કર્યો હતો. એ સમયે હાજર મહેમાનો દ્વારા ચૈતર વસાવા પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય ચૈતર વસાવા નાલંદ તાલુકાના કુંવરપુરા ગામ પહોંચ્યા હતા. જ્યાં નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈના લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યાં હતા. આદિવાસી ડાન્સ ટીમલીના તાલે મન મૂકીને ડાન્સ કર્યો હતો.
આ પણ વાંચો
વરરાજાને ખભે બેસાડ્યો હતો અને ડાન્સ કર્યો હતો. એ સમયે ધારાસભ્ય ચૈતર વસાવા પર નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સહિત લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત અન્ય મહેમાનોએ નોટોનો વરસાદ કર્યો હતો.
