Gujarat Rains: આજે વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના કુલ 157 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે મેઘરાજા મધ્ય ગુજરાતમાં ધામા નાખવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. છેલ્લા 2 કલાકમાં આણંદના બોરસદમાં 4 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં 6 ઈંચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટમાં 4 ઈંચથી વધુ, વાલિયામાં 3 ઈંચ, નેત્રંગમાં 2 ઈંચથી વધુ, વાગરામાં સવા ઈંચ, જંબુસરમાં 3 મીમી અને આમોદમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
આ સાથે જ બોરસદમાં 4 ઈંચ કરતા વધુ, તિલકવાડામાં 93 મીમી, નાંદોદમાં 87 મીમી, જોડિયામાં 78 મીમી, માંગરોળમાં 73 મીમી, ભરૂચના મહુવામાં 66 મીમી, બગસરામાં 65 મીમી, નસવાડીમાં 55 મીમી, ઉમરપાડામાં 54 મીમી, લાખણીમાં 51 મીમી વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય 151 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
