ભરૂચ: પત્નીના ઠપકાથી માઠું લાગતાં શ્રમિકે ઝાડ સાથે રૂમાલ બાંધી જીવન ટૂંકાવ્યું

ભરૂચના વાગરા સ્થિત એલ એન્ડ ટી કોલોનીમાં પત્નીના ઠપકાથી નારાજ થઈ 26 વર્ષીય શ્રમિકે ઝાડ સાથે રૂમાલ બાંધી આપઘાત કર્યો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 08:18 AM (IST)Updated: Sat, 19 Sep 2026 08:18 AM (IST)
bharuch-vagra-laborer-suicide-after-wife-scold-police

Bharuch News: ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં પત્નીના ઠપકાથી નારાજ એક શ્રમિક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાાની ચકચારી ઘટના સામે આવી છે. વાગરા તાલુકામાં આવેલા એલ એન્ડ ટી કોલોનીમાં એક શ્રમિક દંપતી રહેતુ હતું. જેમાં પત્નીએ કોઈ કારણોસર ઠપકો આપતાં પતિને માઠું લાગ્યું હતું. આથી નારાજ થઈને 26 વર્ષીય શ્રમિકે આપઘાત કરી લીધો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

પત્નીએ પતિને આપ્યો ઠપકો

મળતી માહિતી મુજબ, વાગરાના વિલાયત ખાતે આવેલી એલ એન્ડ ટી કોલોનીમાં મૂળ છત્તીસગઢનો રહેવાસી 26 વર્ષીય લેકુરામ કૌશીક મજૂરીકામ કરતો હતો. પરંતુ વિશ્વકર્મા જયંતીનો તહેવાર હોવાથી તે મોડી રાત સુધી સાથી મજૂરો સાથે ઉજવણીમાં હતો. ત્યારબાદ તે પોતાના રુમે ગયો હતો. આ અરસામાં મોડી રાત સુધી બહાર રહેવાથી પત્નીએ તેના મજૂર પતિને ઠપકો આપ્યો હતો.

પતિને માઠું લાગતા આપઘાત

પત્નીના ઠપકાથી માઠુ લગાવીને પતિ રુમની બહાર નીકળી ગયો હતો. તેમજ તેણે આપઘાત કરી લેવાનું નક્કી કરી લીધું હતું તેણે કોલોનીની પાછળના ભાગે આવેલા એક ઝાડ સાથે રુમાલ બાંધને આપઘાત કરી લીધો હતો સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

જે ઘટના અંગે પત્નીએ વાગરા પોલીસને જાણ કરી હતી. શ્રમિક મજૂરના આપઘાતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.