ભરૂચમાં મહિલા કોન્સ્ટેબલનો ગળાફાંસો ખાઇ આપઘાત, મૃતક ભાવનગરની રહેવાસી, કારણ અકબંધ

ભાવનગરના પ્રીતિ ઉદેસિંહ પરમાર ભરૂચમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. મોડી રાત્રે તેમણે હેડક્વાર્ટર્સ ખાતે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 22 Jan 2026 10:42 AM (IST)Updated: Thu, 22 Jan 2026 10:42 AM (IST)
bharuch-police-constable-suicide-woman-ends-life-at-hq-colleagues-under-interrogation

Bharuch Police Constable Suicide: ભરૂચમાં એક મહિલા કોન્સ્ટેબલ આપઘાત કર્યો હોવાના અહેવાલ છે. પ્રીતિ પરમાર નામની મહિલા કોન્સ્ટેબલે હેડક્વાર્ટરના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આત્મહત્યા કયા કારણોસર કરી તેની તપાસ હાથ ધરાઇ રહી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના રહેવાસી પ્રીતિ ઉદેસિંહ પરમાર ભરૂચમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. મોડી રાત્રે તેમણે હેડક્વાર્ટર્સ ખાતે આવેલા પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. પ્રીતિ પરમારના મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આત્મહત્યાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સહકર્મીઓની પૂછપરછ કરાઇ રહી છે. આપઘાત કયા કારણોસરણ કર્યું એ જાણી શકાયું નથી. ચોકક્સ કારણ જાણવા માટે મૃતકોના પરિજનોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.