Bharuch: જંબુસરમાં રખડતા શ્વાનનો આતંક, મદ્રેસા જઈ રહેલા માસૂમ પર 4 ડાઘિયા કૂતરાઓએ હુમલો કરતાં 8 ટાંકા લેવા પડ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 Dec 2023 08:35 PM (IST)Updated: Fri, 29 Dec 2023 08:35 PM (IST)
bharuch-news-stray-dogs-attack-on-child-in-jambusar

Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જ્યારે રખડતા કૂતરાઓએ બાળક સહિત 5થી વધુ લોકો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે પૈકી એક બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને 8 ટાંકા લેવાની ફરજ પડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જંબુસરના અમન પાર્કમાં રહેતો 10 વર્ષીય મહોમદ સિરાજ પઠાણ અને મહોમદ નબી સલીમને રખડતા શ્વાને હાથ અને પગ પર બચકા ભર્યા હતા. જ્યારે ઈસ્માઈલનગરમાં રહેતો બાળક મદ્રેસા જઈ રહ્યો હતો, ત્યારે 4 જેટલા રખડતા શ્વાને તેના પર અચાનક હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ 8 ટાંકા લેવા પડ્યા હતા.

સ્થાનિકોની માંગ છે કે, રખડતા શ્વાનના કારણે બાળકો સ્કૂલે જતા પણ ડરી રહ્યાં છે. આથી તંત્ર દ્વારા વહેલી તકે રખડતા શ્વાનને પકડવામાં આવે. બીજી તરફ વિપક્ષે પણ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરીને નગરજનોને રખડતા શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.