Bharuch: વાલિયામાં પ્રેમ પ્રકરણમાં યુવતીનો આપઘાતઃ પ્રેમીએ 'તું મરી કેમ નથી જતી' કહેતા એસિડ ગટગટાવી આયખું ટૂંકાવ્યું

બે દિવસ પહેલા ફોન પર વાત કર્યા બાદ હતાશ યુવતીએ એસિડ પી લીધુ હતુ. જે બાદ ગભરામણ થતાં બૂમાબૂમ કરી મૂકતા પરિવારજનો દોડી આવ્યા હતા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 30 Mar 2025 09:36 PM (IST)Updated: Sun 30 Mar 2025 09:36 PM (IST)
bharuch-news-girl-commit-suicide-by-consume-acid-for-lover-threat-her-500607
HIGHLIGHTS
  • સ્યુસાઈડ નોટના આધારે પ્રેમી સહિત 2 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

Bharuch: ભરૂચ જિલ્લાના વાલિયામાં પ્રેમપ્રકરણમાં યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના પ્રેમી સહિત 2 જણા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

હકીકતમાં ગત 27 માર્ચના રોજ વાલિયા તાલુકાના વડ ફળિયામાં રહેતી અંજના વસાવા (22) પોતાના ઘરે હતા. આ દરમિયાન મોડી રાતે 10 વાગ્યાની આસપાસ અંજનાના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. જેથી તેણીએ ફોન પર વાતચીત કર્યા બાદ એસિડ પી લીધુ હતુ. જેના પગલે યુવતીની તબિયત અચાનક લથડી હતી અને ઉલટી થવા સાથે ગભરામણ થતાં તેણી બૂમાબૂમ કરવા લાગી હતી.

યુવતીની બૂમો સાંભળીને દોડી આવેલા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બીજા દિવસે હોસ્પિટલના બિછાને યુવતીએ દમ તોડ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસને યુવતીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવા અને પ્રેમી નરેશ નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં અવિનાશે મૃતકના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાણ લખ્યું છે. જ્યારે પ્રેમી નરેશે યુવતીને છોડી દેવાનું જણાવીને તું મરી કેમ નથી જતી તેમ કહ્યું હતુ. આ બાબતનું લાગી આવતા યુવતીએ અંતિમ પગલું ભર્યું હતુ. હાલ તો પોલીસે મૃતકની અંતિમ ચિઠ્ઠીના આધારે પ્રેમી નરેશ અને અવિનાશ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.