Bharuch: જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મ, ગામના જ બે ઈસમોએ મોડી રાતે ઘરમાં ઘૂસી મોંઢું દબાવી વારાફરતી હવસ સંતોષી

મોડી રાતે દિવ્યાંગ યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતાં બન્ને નરાધમો નાસી ગયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Mar 2025 05:04 PM (IST)Updated: Sun, 09 Mar 2025 06:27 PM (IST)
bharuch-news-gang-rape-on-girl-police-held-two-accused-from-nadiad
HIGHLIGHTS
  • પોલીસે ગણતરીના કલાકોમાં બે હવસખોરને ઝડપી પાડ્યા

Bharuch: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ગામના જ બે નરાધમોએ મોડી રાતે યુવતીનું મોંઢું દબાવી વારાફરતી પોતાની હવસ સંતોષી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને હવસખોરોને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 7 માર્ચના રોજ જંબુસર તાલુકાના એક ગામમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી સૂઈ રહી હતી. આ દરમિયાન મોડી રાતે ગામના જ બે ઈસમો તેના ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાં વારફરતી બન્ને ઈસમોએ દિવ્યાંગ યુવતીનું મોંઢુ દબાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. આ સમયે અવાજ આવતા પીડિત યુવતીની ભાભી જાગી ગઈ હતી. જેથી બન્ને હવસખોર અંધારામાં નાસી છૂટ્યા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે યુવતીના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તેને મેડિકલ માટે મોકલી આપી હતી. જે બાદ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ દરમિયાન આજે ટેક્નીકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી નડિયાદની સીમમાંથી બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેેમની ઓળખ વિજય રાઠોડ અને અશ્વિન રાઠોડ તરીકે થઈ છે. હાલ તો બન્ને આરોપીઓને રિમાન્ડ મેળવવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.