Bharuch Air Pollution: ભરુચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભરુચ જિલ્લામાં લોકો ઉત્સાહભેર ફટાકડા ફોડીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શહેરની હવામાં પ્રદૂષણનું મોટું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે. દિવાળી દરમિયાન ફોડાયેલા ફટાકડાના ધુમાડાની સીધી અસર શહેરના પર્યાવરણ અને તેની હવામાં જોવા મળી છે. જેથી ભરુચમાં એર ક્વોલિટી ઈન્ડેક્ 1300ને પાર કરી ગયો હોવાનું સામે આવ્યું છે.
ભારે ધૂમ્મસને લીધે વિઝિબિલિટી ઘટી
ભરુચ જિલ્લો અને અંકલેશ્વર ઔદ્યોગિક હબ તરીકે જાણીતું છે. GIDC વિસ્તારોને લીધે શહેરમં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે હદ પાર કરી લેતાં લોકોને શ્વાસ સંબંધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી તહેવાર હોવાના લીધે લોકોએ ઘણા ફટાકડા ફોડ્યા ત્યારબાદ સવારમાં ફોડાયેલા ફટાકડાનો મોટા પ્રમાણમાં ધુમાડો હવામાં ભળી ગયો હતો. જેથી તેની અસર સવારના સમયે જોવા મળી હતી. જ્યારે લોકો પોતાના વાહનો લઈને જતાં હતા. ત્યારે વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી.
ભરુચમાં AQI 1300ને પાર
અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણ ઘણું ધૂમ્મસભર્યું જોવા મળ્યું હતું. અંકલેશ્વર કેમિકલ અને અન્ય ઉદ્યોગોની ધમધમતો વિસ્તાર છે. જેથી અહી હવાની ગુણવત્તા મધ્યમ રહેતી હોય છે. પરંતુ દિવાળી અને બેસતું વર્ષ હોવાથી લોકોએ ફટાકડા ફોડ્યા. જેની અસર વાતાવરણમાં જોવા મળી. હાલ AIQ લેવલ 1300 પાર કરી જતાં ભરુચવાસીઓ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે. જ્યારે સામાન્ય રીતે એર ક્વોલિટી ઈન્ડેક્સ 0થી 50ની વચ્ચે હોય તે સારી માનવામાં આવે છે
