Dediapada News: ડેડિયાપાડાના કાલબીમાં કાચા કેળા ભરેલા ટ્રકમાં આગ, ટ્રક સહિત સમગ્ર માલ-સામન બળીને ખાખ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 24 Feb 2023 04:36 PM (IST)Updated: Fri, 24 Feb 2023 04:36 PM (IST)
a-fire-broke-out-in-a-truck-full-of-raw-bananas-in-kalbi-dediapada

Dediapada: મહારાષ્ટ્રના નંદુરબારથી કાચા કેળા ભેરલો ટ્રક રાજસ્થાનના ઉદેપુર જઇ રહ્યો હતો. જે દરમિયાન ડેડિયાપાડાના કાલબી ગામની સીમમાં ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જેમાં ટ્રક સહિત 570 કેરટમાં નવેક ટન કાચા કેળાનો માલ પણ બરીને ખાખ થઇ ગયો હતો. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજપીપલા પોલીસ મથકમાં કૈલાસ રામાભાઇ ભગોરાનાઓએ આપેલી ફરિયાદ અનુસાર તેઓ આઇસર ટેમ્પોમાં મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ખેડૂત પાસેથી રૂ. 2 લાખ ની કિંમતના કાચા કેળા ભરી રાજસ્થાનના ઉદેપૂર જવા માટે નીકળેલા હતા. ટ્રક લઈને તેઓ ડેડિયાપાડા તાલુકાના કાલબી ગામની સીમમાં આવેલ સ્મશાન પાસે પહોંચ્યા હતા.

સ્મશાન પાસે એકાએક આયસર ટેમ્પોના કેબીનના પાછળના ભાગે આવેલા એન્જીનમાં શોર્ટ સર્કીટ થવાના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આયસર ટેમ્પોમાં ભરેલા કાચા કેળાનો માલ સહીત આઇસર ટેમ્પો બળીને ખાખ થઇ ગયો હતો. જેથી ટેમ્પા માં ભરેલ રૂ. 2 લાખ ના કાચા કેળાનો માલ અને આયસર ટેમ્પો બળી જતા આશરે કુલ કિં.રૂ. 17 લાખ જેટલું નુકશાન થયું છે.